ગાંધીનગરવેપાર

વડાપ્રધાન મોદીએ બહુચરાજીમાં મારુતિ સુઝુકીની પ્રથમ ઈલેક્ટ્રિક કારનું કર્યું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પોતાના પ્રવાસના બીજા દિવસે બહુચરાજીમાં મારુતિ સુઝુકીની પ્રથમ ઈલેક્ટ્રિક કાર ‘Maruti e Vitara’નું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના નવા બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર અને બેટરી પ્લાન્ટ ભારતના ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રને એક નવી દિશા આપશે.’Maruti e Vitara’ ભારતમાં સંપૂર્ણપણે નિર્મિત પ્રથમ ઈલેક્ટ્રિક કાર છે. આ કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે. જે ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલની વૈશ્વિક સફળતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં ગુજરાતને ઈલેક્ટ્રિક વાહન ક્ષેત્રનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનાવશે, જેનાથી રોજગારીની નવી તકો ઊભી થશે અને આર્થિક વિકાસને વેગ મળશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *