ગુજરાતમાં ધીમે ધીમે શિયાળાની ગુલાબી ઠંડીનું થયું આગમન
ગાંધીનગર :
ગુજરાતમાં ઑક્ટોબર મહિનો જેમ-જેમ વીતી રહ્યો છે, તેમ-તેમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તડકો હોવા છતાં લોકોને ગરમીમાંથી રાહત મળવાની શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં મૉન્સૂનની વિદાય સાથે જ ધીમા પગલે શિયાળાનું આગમન થઈ રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં હાલ પવનની દિશા ઉત્તર-પશ્ચિમ તરફ શરૂ થઈ ગઈ છે. જેના કારણે બપોરના સમયે આકરો તાપ અને રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે. આગામી ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં ધીમે-ધીમે ઠંડીનો જોર વધશે.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય પેટર્નથી વિપરીત આ વર્ષે દેશમાં ચોમાસાની વિદાય હજુ સુધી નથી થઈ. દેશના અનેક ભાગોમાં હજુ પણ વરસાદ યથાવત છે. જેણે ચોમાસાની વિદાય પ્રક્રિયામાં વિલંબ કરી દીધો છે. મૉન્સૂનની સતત બદલાતી પેટર્ન બાદ ગત વર્ષે ચોમાસાના આગમનની તારીખની સાથે વિદાયની તારીખ પર બદલાઈ ગઈ છે.