ગાંધીનગરગુજરાત

જાહેર રસ્તા પર નોન-વેજ અને વેજની લારીઓ રાખવી લેન્ડ ગ્રેબિંગ ગુનો : મહેસૂલ મંત્રી

ગાંધીનગર :

ગુજરાતમાં રાજકોટ બાદ હવે વડોદરામાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન-મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષની સૂચના બાદ રાજ્યના મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇનો પણ અધિકાર નથી. ફૂટપાથ રાહદારીઓ માટે છે. એના પર હક ન જમાવવો જોઇએ, એ એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ છે. એ જગ્યા પર વેજ કે નોન-વેજની લારી ન ઊભી રહી શકે. એને ઉપાડી જ લેવી પડે. વેજ-નોનવેજ જાહેરમાં બનતું હોય છે, એને કારણે એનો ધુમાડો ઊડતો હોય છે. એ રાહદારીઓને આંખોમાં લાગતો હોય છે, એને અટકાવવો જ પડશે. હું આ નિર્ણય બદલ રાજકોટ અને વડોદરાના મેયરને અભિનંદન આપું છું.

આ પહેલાં કચ્છમાં એક કાર્યક્રમ દરમિયાન મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્યમાં રસ્તા પર લારી ઊભી ઈંડાં અને નોન-વેજની લારીઓ ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ સમાન છે. વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડાં અને નોન-વેજની લારીઓને જાહેરમાં વેચાણ નહીં કરવા માટે મહાનગરપાલિકાનાં પગલાંની પ્રશંસા કરી હતી અને એના માટે સખત પગલાંની હિમાયત પણ કરી હતી. મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રસ્તામાં ઊભી રહેલી લારીઓ મામલે પોતાના નિવેદન પર અડગ છે. આજે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન પણ તેમણે જણાવ્યું હતું કે ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને પણ અધિકાર નથી.

રોડ પર લારીનું દબાણ એ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. નોન-વેજ અને વેજ તમામ લારીઓનાં દબાણ હટાવવાં જ જોઈએ. નોન-વેજ અને વેજની લારીના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. એને હટાવવી જ જોઈએ.રાજકોટ બાદ હવે વડોદરામાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન- મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષની સૂચના બાદ આજથી શહેરમાં 3 હજાર જેટલી નોન-વેજ અને ઇંડાંની લારીઓ સામે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

જાહેરમાં નોન-વેજ લટકાવી શકાશે નહીં, એને ઢાંકીને રાખવું પડશે. જો સૂચનાનો અમલ નહીં થાય તો લારી બંધ કરવા સુધીનાં પગલાં લેવાશે. પાલિકાના શુક્રવારથી ડ્રાઇવ શરૂ કરવાના દાવા વચ્ચે વાસ્તવિકતા એ છે કે નોન-વેજની કેટલી લારીઓ છે એની પાલિકાને ખબર જ નથી. બીજી તરફ પાલિકા દ્વારા હવે શહેરના રાજમાર્ગો પર રોજ પાર્ક કરાતાં વાહનો પાસેથી પાર્કિગનો ચાર્જ વસૂલવાની પણ કવાયત શરૂ કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x