ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાને ૧૪માં નાણાં પંચના રૃપિયા ૧૬ કરોડ ફાળવાયાં

ગાંધીનગર,સોમવાર
ગાંધીનગર જિલ્લાને ૧૪માં નાણાંપંચની બીજા વર્ષની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો ૧૬ કરોડ રૃપિયા ફાળવવામાં આવ્યો છે. ગત વર્ષે બે હપ્તા મળીને કુલ ૧૬ કરોડ રૃપિયા થતા હતા ત્યારે આ પ્રથમ હપ્તો જ ૧૬ કરોડનો છે જે આગામી દિવસોમાં આવી રહેલી ચૂંટણીના પણ સંકેત છે. ત્યારે આ ગ્રાન્ટના ઉપયોગ માટે પણ તાજેતરમાં સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં રૃપિયા પાંચ લાખ સુધીના વિકાસ કામો પંચાયતના સ્તરે જ મંજુર કરી શકાશે તો ગ્રામપચંાયત પાસેથી આ અંગે વિકાસ કામોના પ્લાન પણ મંગાવી દેવામાં આવ્યા છે અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને કામગીરી પણ ત્યાર બાદ શરુ કરી દેવામાં આવશે.
ગામોનો ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કરીને કામગીરી હાથ ધરાશે ઃ પાંચ લાખ સુધીના કામની સ્થાનિક કક્ષાએ મંજુરી

ગાંધીનગર જિલ્લામાં થોડા દિવસ અગાઉ ગુડા અને ઔડામાં આવતાં ૩૬ ગામોને સેમી અર્બન વિલેજ તરીકે ગણીને તેને પંચાયત હસ્તક વિકાસ ગામો માટે લેઇ લેવામાં આવે છે ત્યારે સરપંચોએ અગાઉ કરેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારે નાણાં પંચની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લીધો છે. આ વખતે ગાંધીનગર જિલ્લાના ગામોના વિકાસ માટે કુલ ૧૬ કરોડ રૃપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે જે ગત વર્ષે ૨ હપ્તામાં આપવામાં આવેલી ૮-૮ કરોડ કરતાં બમણી છે. ત્યારે અત્યાર સુધી સેમી અર્બન ગામોના વિકાસ માટે ૧૪માં નાણાં પંચની ગ્રાન્ટ વપરાતી ન હતી જે હવે વપરાશે. એટલે સરકાર તરફથી આ મોટા પ્રમાણમાં ગ્રાન્ટ મળી છે તેમ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં આ સેમી અર્બન ગામોમાં ડેવલોપમેન્ટ પ્લાન્ટ પણ આગામી દિવસમાં સરકારે માગ્યો છે. જેમાં વસ્તીના ધોરણે વિકાસના કામો કરવામાં આવશે.

ગામોમાં વિકાસ કામો બેવડાઇ નહીં અને ગ્રાન્ટનો દુર ઉપયોગ થાય નહીં તે માટે ૧૪મા નાણાંપંચની ગ્રાન્ટ વપરાશ માટે સરકારે વિલેજ ડેવલોપમેન્ટ પ્લાન માગ્યાં હતાં. તેમજ વિકાસના ક્યાં કામો ક્યાં વિસ્તારમાં હાથ ધરાય છે તેનું અસરકારક મોર્નીટરીંગની જવાબદારી સ્થાનિક કક્ષાએ આપવામાં આવી છે. ત્યારે સરકારે ૧૪માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૃપિયા પાંચ લાખ સુધીના વિકાસ કામો પંચાયતના સ્તરે જ વહિવટી પ્રક્રિયા પૂર્ણ કરીને હાથ ધરી શકાશે તેવો મહત્ત્વનો નિર્ણય તાજેતરમાં લીધો છે. જેના કારણે વિકાસ કામો વેગ પકડશે. એટલું જ નહીં આગામી દિવસોમાં ગ્રામપંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ૧૪માં નાણાંપંચનો પ્રથમ હપ્તો ૧૬ કરોડ જેટલો મોટો આવ્યો છે તેની અસરકારકતાં જોવા મળશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x