મધ્યપ્રદેશમાં બીફની અફવા પર મહિલાઓને માર માર્યો, રાજ્યસભામાં હંગામો
મંદસૌરમાં ગેરકાયદે ગાયનું માંસ લઇ જવાના આરોપમાં ‘હિન્દુ સંગઠનો’ દ્વારા બે મુસ્લિમ મહિલાઓની મારઝૂડના મુદ્દાને બુધવારના રોજ રાજ્યસભામાં બસપાએ જોરશોરથી ઉઠાવ્યો હતો. બીજીબાજુ આ મુદ્દે મધ્યપ્રદેશના ગૃહમંત્રી ભુપેન્દ્ર સિંહે બુધવારના રોજ કહ્યું કે કાયદો પોતાના હાથમાં લેનાર પર કાર્યવાહી કરાશે.
રાજ્યસભામાં માયાવતીએ કહ્યું, ‘ભાજપા નારા લગાવે છે… મહિલાઓના સમ્માનમાં, ભાજપા મેદાનમાં… તેમ છતાંય ભાજપા શાસિત મધ્યપ્રદેશમાં બીફની અફવા પર મહિલાઓની પીટાઈ થાય છે.’
એમપીમાં ગૌરક્ષકો દ્વારા મહિલાઓની કરાયેલી મારપીટના કેસ પર બોલતા કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું, ” ગૌ રક્ષક હોવા જોઈએ, પરંતુ તેમના નામ પર બહાના બનાવી દલિત અને મુસ્લમાનોને ટાર્ગેટ ના કરો, અમે તેની વિરૂદ્ધ છીએ.’
મંદસૌરની ઘટના પર વિપક્ષના આરોપોનો જવાબ આપતા ભાજપા સાંસદ મુખ્તાર અબ્બાસ નકવી એ કહ્યું કે હિંસાની ઘટના ગમે તે રાજ્યમાં થતી હોય તે નિંદનીય છે. તેમણે કહ્યું કે માયાવતીએ અત્યારે જે મુદ્દાની વાત કરી તેના પર મધ્યપ્રદેશની સરકારે કાર્યવાહી કરી છે.
સિંહે કહ્યું કે ગઇકાલે બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. વેટનરી ડૉકટરની તપાસમાં એ જાણવા મળ્યું કે આ ભેંસનું માંસ છે. કોઇએ પણ કાયદો હાથમાં લેવાની જરૂર નથી. જો મહિલાની તરફથી કોઇ ફરિયાદ આવશે તો અમે કાયદો હાથમાં લેનાર વિરૂદ્ધ કાર્યવાહી કરીશું.
મહિલાઓને પીટવાનો એક વીડિયો પણ આવ્યો છેસ જેમાં તેની મારપીટ પહેલાં ગાળો બોલી રહ્યાં છે. પોલીસે ભીડને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તેની સંખ્યા ખૂબ વધુ હોવાના લીધે પોલીસ તેમને રોકી શકયું નહીં. ગુજરાતમાં ગૌરક્ષકો દ્વારા દલિતોની મારપીટના મામલાને હજુ બે સપ્તાહ પણ નથી થયા ત્યારે અમેપીમાં મુસ્લિમ મહિલાઓને ગૌમાંસ લઇ જવાના આરોપમાં મારપીટ કર્યાની ઘટના સામે આવી