રાષ્ટ્રીય

UPSC મેઈન્સ પરીક્ષા મોકૂફ રાખવા અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ, આવતીકાલે થશે સુનાવણી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની મુખ્ય પરીક્ષા 7 જાન્યુઆરી 2022થી શરૂ થવા જઈ રહી છે. પરંતુ કોરોનાના વધતા જતા કેસોને જોતા UPSC પરીક્ષા આપી રહેલા ઉમેદવારોએ સરકાર પાસે માંગ કરી છે કે પરીક્ષા મોકૂફ રાખવામાં આવે, કારણ કે આવી સ્થિતિમાં પરીક્ષા કેન્દ્ર પર જવું અને પરીક્ષા આપવી બંને શક્ય નથી.

સોશિયલ મીડિયા પર સતત માંગ બાદ ઉમેદવારોએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે અને પરીક્ષા સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં 6 જાન્યુઆરીએ એટલે કે, આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

આવા સંજોગોમાં વાહનવ્યવહારની કોઈ સુવિધા ન હોવાને કારણે પરીક્ષામાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. યુપીએસસી સિવિલ સર્વિસ મેન્સ 2021 મુલતવી રાખવામાં આવે છે કે નહીં, તે આવતીકાલની સુનાવણી બાદ જ જાણી શકાશે.

7મી જાન્યુઆરીથી પરીક્ષાઓ થશે શરૂ

અરજદારોનું કહેવું છે કે, UPSC મેન્સ 2022 પરીક્ષા માટેના મોટાભાગના કેન્દ્રો મેટ્રો શહેરોમાં સ્થિત છે જે ગીચ વસ્તીવાળા છે. આનાથી તેમને સંક્રમણ લાગવાનું જોખમ વધી જાય છે અને ઘણા ઉમેદવારો માટે આ પરીક્ષા પણ છેલ્લો પ્રયાસ છે. આથી, તેઓ ઓમિક્રોનના કારણે તેને ગુમાવવા માંગતા નથી અને મુલતવી રાખવાની માંગ કરી રહ્યા છે. UPSC CSE મેન્સ 7, 8, 9, 15 અને 16 જાન્યુઆરીએ લેવામાં આવશે. UPSC મેઈન્સમાં કુલ નવ પેપર હશે, જેમાંથી બે ક્વોલિફાઈંગ (A અને B) માટે છે અને સાત અન્ય લાયકાત માટે છે.

જે ઉમેદવારો UPSC CSE મુખ્ય પરીક્ષા રાઉન્ડમાં પસંદ કરવામાં આવશે તેમને વ્યક્તિગત ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, (UPSC) એ સિવિલ સર્વિસીસ મેન્સ પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. જો કે, કમિશન તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. પરંતુ ઉમેદવારો સતત આની માંગ કરી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *