ગાંધીનગર

પાટનગર યોજના ઘોર નિંદ્રામાં: શહેરમાં પતંગ સ્ટોલનું ભાડું લીધું પરંતુ ઊંધિયાનાં ઠેરઠેર ભાડા વિના મંડપો ઊભા થયા

ગાંધીનગર :

ગાંઘીનગર શહેરમાં સરકારી ખુલ્લા પ્લોટમાં દરેક તહેવારોને અનુરૂપ સરકારશ્રીના માર્ગ અને મકાન વિભાગ હેઠળના પાટનગર યોજના ગાંધીનગરના અધિક્ષક ઇજનેરશ્રી તરફથી નિયત કરવામાં આવે તેવા સેક્ટરમાં હંગામી ધોરણે સ્ટોલનું એડવાન્સ ભાડું વસૂલીને નાના વેપારીઓને આવા સ્ટોલ ભાડે આપવામાં આવે છે. જ્યારે શહેરમાં મોટા મોટા મીઠાઈ નાં વેપારીઓ દ્વારા દરેક તહેવારો દરમિયાન પોતાની દુકાનોની સામે સરકારી જગ્યામાં મોટા મોટા મંડપો નાખીને કોઈ જ પ્રકારનું ભાડું આપ્યા વિના જ બેફામપણે કમાણી કરતા જોવા મળે છે. ત્યારે આજે ઉતરાયણ નાં તહેવારમાં પણ મોટા વેપારીઓ દ્વારા ઠેરઠેર ઉંધીયું વેચાણના સ્ટોલ પોતાની દુકાનોની સામે સરકારી જગ્યામાં મંડપો નાખીને ઊભા કરી દીધા હોવાનું ધ્યાને આવ્યું છે. ત્યારે પાટનગર યોજના તંત્ર ચરેઆમ ઘોર નિંદ્રામાં હોવાનું જણાય રહ્યું છે. ખરેખર તો પાટનગર યોજના દ્વારા દરેક તહેવારો દરમ્યાન આવા મંડપો બાંધનારા પાસેથી ભાડું વસૂલવું જોઈએ અને અગાઉ થી આવા મંડપો નાખવા માટે મંજૂરી આપવામાં આવે એવા આયોજનો થવા જોઈએ પરંતુ આ કચેરી દ્વારા આવું ન કરીને સરકારશ્રીને નાણાકીય નુકસાન પહોંચાડવાનું અને ક્યાંક પાછલા બારણેથી પોતાના ખિસ્સા ભરવાનું ષડયંત્ર તો નહિ હોય ને એવી પાટનગરવાસીઓ શંકા વ્યક્ત કરી રહ્યા છે. તેમજ આવા દબાણો કરનારા અને વગર ભાડે મંડપો ઊભા કરનારા મોટા વેપારીઓ પાસેથી તાત્કાલિક અસરથી દંડનીય કાર્યવાહી કરીને દંડ વસુલવામાં આવે અને ભવિષ્યમાં આવા લોકોને પણ ભાડેથી જગ્યા આપીને સરકારશ્રીને થતું આર્થિક નુકસાન પણ બચાવી શકાય એ અંગે જરૂરી યોગ્ય કાર્યવાહીઓ કરવા માંગ ઉઠી છે.

ઉતરાયણના તહેવારમાં નીચેના દુકાનદારો દ્વારા મંડપો નાખવામાં આવ્યાનું ધ્યાને આવેલ છે.

સૌરાષ્ટ્ર ફરસાણ, સેકટર -21

બંસી સ્વીટ માર્ટ, સેકટર -21

વૃંદાવન સ્વીટ, સેકટર -21

રાધે સ્વીટ, સેકટર -21

ગોપાલ ક્રિષ્ન ડેરી, સેકટર -21

ચરોતર સ્વીટ, સેકટર -20

અનામિકા ચસ્માં ઘર, સેકટર -20

રાધે સ્વીટ, સેકટર -11

વૃંદાવન સ્વીટ, સે -7

રાધે સ્વીટ, સેકટર -29

પૂર્વા સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ, સેકટર -24

પટેલ સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ, સેકટર -24

શ્રીજી ગાંઠિયા રથ, સેકટર -24

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x