ગાંધીનગર

ગાંધીનગરનાં યુવાઓ દ્વારા ઉત્તરાયણનો શોખ છોડીને પક્ષી બચાવો અભિયાનની હેલ્પલાઈન શરૂ કરી

ગાંધીનગર :

ઉત્તરાયણ એટલે નાનામાં નાના ભૂલકાઓથી માંડીને ઉંમરલાયકના મોટા વડીલ લોકો સુધીનો પ્રિય અને મોજીલો તહેવાર આ તહેવારમાં લોકો ખુશી ખુશી ઝૂમી ઉઠે છે અને નાચગાન અને સંગીતના સંગે ખુબજ ઉત્સાહભેર ઉજવણી કરે છે પણ શું એ લોકોને એ ખ્યાલ હોય છે કે આપણી આ ખુશી મોજ શોખ આ ઉજવણી એમની અબોલા જીવો માટે એક જિંદગીની આખરી ઘડી બની જશે, ઉત્તરાયણના પર્વ પર આકાશમાં ઝળહરતા રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ જાય છે એ માનવસર્જિત ખૂબ જ સુંદર નઝારો કહી શકાય પરંતુ જે કુદરતની અણમોલ ભેટ છે એ અબોલા પક્ષીઓ જે આપણા આંગણાની શોભા છે જે સવારનો ખૂબ જ ઉત્તમ કિલ્લોલ છે એમની જિંદગી સાથે ખિલવાડ થાય છે અને આજના જમાનામાં વપરાતી તિક્ષણ ધારદાર દોરીથી ઘણાં અબોલા પક્ષીઓ ઘાયલ થાય છે આવા ઘાયલો પક્ષીઓનાં બચાવ અને સારવાર માટે ગાંધીનગર તાલુકાના સોનીપુર ગામમાં રહેતા નવયુવાન જે હંમેશા સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેનાર અને કોઈ પણ પ્રવૃતિમાં કોઈને કોઈ રીતે સેવાની તક ઊભી કરનાર નરેશજી શનાજી ઠાકોર (સેવાકીય કાર્યકર્તા) દ્વારા પોતાના રહેણાક વિસ્તારના આજુ-બાજુના ૪ જેટલા ગામડાઓમાં સોનીપુર, સરઢવ, રૂપાલ, કોલવડ માં પક્ષી બચાવો અભિયાન હેલ્પલાઈન અને ઉત્તરાયણ બાદ જ્યાં ત્યાં પડેલી દોરીના ગુંચડાઓ ને એકઠા કરીને નાશ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એમને ૧૩ જેટલા ઘાયલ થયેલા અબોલા પક્ષીઓ ને સારવાર અર્થે બાજુના રૂપાલ ગામમાં આવેલ જનની ગૌ શાળા ખાતે ખસેડીને જીવ બચાવ્યો હતો અને ઠેર ઠેર પડેલા દોરીના ઢગલાબંધ ગૂંચળાઓનો નાશ કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x