વિપક્ષનેતા પરેશ ધાનાણી એ ભગવાન જગન્નાથજી ના દર્શન કરી ઉતારી આરતી :

pd rathyatra

અમદાવાદ : વિપક્ષનેતા પરેશ ધાનાણી તથા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ દેશ અને દુનિયાના આકર્ષણરૂપ અમદાવાદની સુપ્રસિધ્‍ધ જગન્‍નાથજી મંદિરની આરતી ઉતારી હતી અને દર્શન પણ કર્યા હતા તથા દિલીપદાસજીના આશીર્વાદ પ્રાપ્‍ત કર્યા.

મહંત શ્રી દિલીપદાસજીના આશીર્વાદ પ્રાપ્‍ત કરતા પરેશ ધાનાણી
મહંત શ્રી દિલીપદાસજીના આશીર્વાદ પ્રાપ્‍ત કરતા પરેશ ધાનાણી

પરેશ ધાનાણીએ જણાવ્યું કે, ભગવાન જગન્‍નાથજીના આશિર્વાદ સતત ગુજરાતના લોકો પર ઉતરે તથા સુખ, શાંતિ અને સમૃધ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

પરેશ ધાનાણી ની સાદાય ભગવાન જગન્નાથજીના મંદિર માં પણ જોવા મળી હતી, ધાનાણીએ નાથના મંદિરમાં આવેલ ભક્તો ને મળીને વૃદ્ધ મહિલાના પણ આશીર્વાદ લીધા હતા.

વૃદ્ધ મહિલાના આશીર્વાદ લેતા પરેશ ધાનાણી
વૃદ્ધ મહિલાના આશીર્વાદ લેતા પરેશ ધાનાણી

ધાનાણીની સાથે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, અમદાવાદ દાણીલીંબડાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપ દંડક શૈલેશ પરમાર, ગુજરાત કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર, અમદાવાદ દરિયાપુરના ધારાસભ્ય ગયાસુદ્દીન શૈખ, અમદાવાદ બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન ના વિરોધપક્ષનેતા દિનેશ શર્મા, અમદાવાદ શહેર નવનિયુક્ત પ્રમુખ શશીકાંત પટેલ તથા કોંગ્રેસ ના ધારાસભ્યો અને દિગ્ગજ નેતાઓએ પણ અમદાવાદની સુપ્રસિધ્‍ધ જગન્‍નાથજી મંદિરમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી ના દર્શન કર્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *