ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

GSTના એક વર્ષ પછી પણ ડખા યથાવત- દેશભરના ટેકસ કન્સલટન્ટ અમદાવાદમાં એકત્ર થશે

GSTના એક વર્ષ બાદ પણ વેપારીઓ અને કન્સલટન્ટ સરકારી નિયમોમાં અટવાયા કરે છે. જે અંગે રાજય અને કેન્દ્ર સરકારને અનેક રજુઆત કરવા છતાં પરિણામ નહીં આવતા દેશભરના GST ટેકસ પ્રેકટીશનર 14-15 જુલાઈના રોજ અમદાવાદમાં મળી રહ્યા છે, આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય બાદ 21મી જુલાઈના રોજ દિલ્હી ખાતે મળી રહેલા જીએસટી કાઉન્સીલમાં રજુઆત કરવામાં આવશે.

ટેકસ કન્સલટન્ટ નિગમ શાહે આ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું જીએસટીનો અમલ શરૂ થયો તેનો અેક વર્ષ પુર્ણ થઈ ગયુ પણ ટેકસ ભરનાર વેપારી અને ટેકસ કન્સલટન્ટની સમસ્યાનો અંત આવ્યો નથી, જીએસટીના કાયદાની જોગવાઈઓનો યોગ્ય રીતે અમલ થઈ શકે તેવી વ્યવસ્થા હજી સુધી તંત્ર ઉભુ કરી શકયુ નથી.

રીફંડનો પ્રશ્ન સૌથી મોટો છે કારણ કાયદામાં એક સુત્રતા નહીં હોવાને કારણે અલગ અલગ અધિકારીઓ રીફંડ માટે અલગ અલગ દસ્તાવેજોની માગણી કરી રહ્યા છે. પંદર દિવસમાં રીફંડ મળી જાય તેવો નિયમ છે, પણ ઓનલાઈન વ્યવસ્થા ચાલતી નહીં હોવાને કારણે મેન્યુલી રીફંડ ચુકવાઈ રહ્યુ છે.

ટેકસ એડવોકેટ અક્ષત શાહે જણાવ્યુ હતું કે જીએસટી ટેકસ કન્સલટન્ટનું કેન્દ્ર સંગઠન નહીં હોવાને કારણે દરેક રાજયના પ્રેકટીશનર પોતાની રજુઆત પોતાના રાજયમાં કરે છે, પરંતુ રાજયનો દાવો છે કે સમગ્ર મામલે કેન્દ્ર સરકાર હસ્તક છે, તેના કારણે ગુજરાત સેલ્સટેકસ બાર એસોસિએશનની મદદથી તા 14-15ના રોજ દેશભરના જીએસટી પ્રેકટીશનરુ સત્ર બોલાવામાં આવ્યુ છે

શાહે જણાવ્યુ હતું કે જીએસટીના અનેક પ્રશ્ન છે જેમાં ઓડીટ સર્ટીફીકેટ આપવાની સત્તા ચાર્ટડ એકાઉન્ટન્ટને આપવામાં આવી છે, પરંતુ દેશમાં ચાર્ટડ એકાઉન્ટન્ટની સંખ્યા બહુ ઓછી છે જયારે વેપારીઓની સંખ્યા વઘારે છે, તેના કારણે અમારી માગણી છે કે ટેકસ પ્રેકટીશનર અને ટેકસ એડવોકેટ પણ ઓડીટ સર્ટીફીકેટ આપવાની સત્તા આપવી જોઈએ, આ પ્રકારની તમામ સમસ્યાઓ માટે દેશભરના જીએસટી પ્રેકટીશન એકત્રીત થશે અને સત્ર બાદ કેન્દ્ર સામે રજુઆત કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x