ગાંધીનગરગુજરાત

ગાંધીનગર મનપાનું વર્ષ 2022-23નું બજેટ સોમવારે રજૂ કરશે

31 જાન્યુઆરી સોમવારે ગાંધીનગર કોર્પોરેશનનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ થશે. સોમવારે બપોરે 12 વાગ્યે મનપા સ્થાયી સમિતિની બેઠક મળશે. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિ સમક્ષ 2021-22નું રિવાઈઝ અંદાજપત્ર તથા વર્ષ 2022-23નું ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરશે. જે બાદ સ્થાયી સમિતિ દ્વારા તેનો અભ્યાસ કરીને જરૂરી સુધારા-વધારા સુચવવામાં આવશે. સ્થાયી સમિતિ દ્વારા બજેટને લઈને નાગરિકોના સુચનો મંગાવાયા છે. જેના આધારે સ્થાયિ સમિતિને જરૂર લાગશે તે રીતે બજેટમાં સુચનનો સમાવેશ કરવાનો વાયદો અપાયો છે.

ગાંધીનગર કોર્પોરેશનના વિસ્તાર વધતાં હવે બજેટનું કદ પણ વધશે તે નક્કી છે. ગત નાણાકીય વર્ષમાં 360.94 કરોડનું બજેટ સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરાયું હતું. ત્યારે આ વખતે ગાંધીનગર મનપાનું બજેટ 500 કરોડથી ઉપર પહોંચે તેમ છે. ગાંધીનગર કોર્પોરેશન દ્વારા પહેલીવાર નાગરિકો પાસેથી સુચનો મંગાવાયા છે. આ અંગે મળતી માહિતી મુજબ અલગ-અલગ વોર્ડના કોર્પોરેટર્સ દ્વારા પણ પોતાના વિસ્તારમાં કરવા જેવા કામોની રજૂઆતો કરી છે.

પ્રથમવખત સંપૂર્ણ બહુમતી સાથે કોર્પોરેશનમાં બેઠેલા ભાજપના 41 કોર્પોરેટર્સ છે. ત્યારે દરેક કોર્પોરેટર્સને ન્યાય આપવો સ્થાયી સમિતિ માટે પણ અઘરુ બની રહેશે તે નક્કી છે. જેમાં ચેરમેન અને સ્થાયી સમિતિના એક-બે સભ્યો પહેલાંથી કોઈને કોઈ વાતે ચાલતો ગજગ્રાહ બજેટમાં પણ અસર કરશે તેવી શક્યાઓ ભાજપના જ કોર્પોરેટર્સ જોઈ રહ્યાં છે. જોકે એકંદરે કોર્પોરેશનમાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં વિકાસના કામોની ભરમાર રહેશે તેવું કહેવાય છે ત્યારે આ વખતનું બજેટ કેવુ રહેશે તેના પર નગરજનોની પણ ખાસ મીટ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x