આંતરરાષ્ટ્રીય

સાઈબેરિયાના એક ગામમાં થયો ‘બ્લેક સ્નોફોલ’, તસ્વીરો જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

રશિયામાં (Russia) એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીંના એક દૂરના ગામના રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે તેઓ પ્રદૂષિત શિયાળાનો સામનો કરી રહ્યા છે. જેના કારણે સફેદ બરફ પડવાને બદલે કાળો બરફ (Black Snowfall in Russia) પડી રહ્યો છે. રશિયાના ફાર ઈસ્ટમાં સાઈબિરીયાના (Siberia) મગાડન પ્રદેશમાં ઓમસુકચનના સ્થાનિક લોકોનું કહેવું છે કે તેમના બાળકો રાખ અને કાળા બરફથી ઢંકાયેલા રમતના મેદાનોમાં બ્લેક સ્નોફોલ રમતા હતા.

આ ગામમાં કોલસાથી ચાલતો ગરમ પાણીનો પ્લાન્ટ છે. જે અહીંના ચાર હજાર લોકોને જરૂરી ગરમી પૂરી પાડે છે. પરંતુ તેના કારણે કોલસો અને ધૂળના કારણે પ્રદુષણમાં પણ વધારો થયો છે. તસ્વીરોમાં જોઈ શકાય છે કે ઠંડીના વસાહત વિસ્તારમાં કાળો બરફ પડ્યો છે. સ્ટાલિન અહીં રાજકીય કેદીઓને બળજબરીથી મજૂરી કરાવવા મોકલતો હતો. એક રહેવાસી દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે ઓમસુચન ગામમાં બરફ છે. જાન્યુઆરી મહિનો છે અને અમારા બાળકો અહીં કાળા બરફમાં રમી રહ્યા છે. આ રીતે આપણે અહીં 21મી સદીમાં જીવી રહ્યા છીએ. બીજાએ કહ્યું, આ ઓમસુકચન ગામ છે અને બરફ સંપૂર્ણ કાળો છે.

રહેવાસીઓ કહે છે કે ત્રણ દાયકા પહેલા સોવિયેત યુનિયનના (Soviet Union) પતન પછી કંઈ બદલાયું નથી. અહીં સ્થિતિ હજુ પણ પહેલા જેવી જ છે. એક વ્યક્તિએ કહ્યું કે આજે પણ અમારા બાળકોને કાળો ધુમાડો શ્વાસમાં લેવો પડે છે. એવું લાગે છે કે અહીં કશું બદલાવાનું નથી. અધિકારીઓએ સ્વીકાર્યું છે કે ઓમસુકચન અને પડોશી સેમચાનમાં કાળી હિમવર્ષાનું કારણ કોલસા સળગતા ગરમ પાણીના પ્લાન્ટ છે. આ વિસ્તારના ફ્લેટ અને મકાનો માટે હીટિંગ સ્ત્રોત તરીકે આવશ્યક છે. આ વિસ્તાર સોનાની ખાણ તેમજ કોલસાની ખાણો માટે પ્રખ્યાત છે.

ધુમાડો એકત્ર કરવાના સાધનો યોગ્ય રીતે કામ કરતા નથી

આ મહિને અહીં તાપમાન -50 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. આ કારણે અહીં મોટા પાયે કોલસો બળી ગયો છે, જેના કારણે અહીં બરફ પર કાળા ધુમાડાનું એક થર જમા થઈ ગયું છે. શ્રેડનેકાન્સ્કી જિલ્લાના વડા ઓક્સાના ગેરાસિમોવાએ મગદાન પ્રવદા અખબારને જણાવ્યું હતું કે, ઘરોને માઈનસ 50 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ રાખવા માટે હીટિંગ પ્લાન્ટ્સને વીજળીની જરૂર છે. તેમણે કહ્યું કે થર્મલ પ્લાન્ટમાં ધુમાડો એકત્ર કરવા માટેના ઉપકરણો લગાવવામાં આવ્યા છે. પરંતુ હાલમાં તેઓ સફાઈ કરી શકતા ન હોવાનું જણાય છે. તેણે સ્વીકાર્યું કે આ વિસ્તારમાં ધુમાડો, રાખ અને કાળો બરફ હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x