ગાંધીનગર

ગાંધીનગર મનપાનું વર્ષ-૨૦૨૨-૨૩નું ડ્રાફટ બજેટ રજૂ કરાયું, જાણો શહેરમાં કયા કરાશે કામો

ગાંધીનગર :
ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ- ૨૦૨૨૨૩નું ડ્રાફટ અંદાજપત્ર આજરોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં નવીન પ્રકારના કામો અને નાગરિક સુવિધાઓ માટે રૂપિયા ૩૬,૯૦૫/- લાખથી વધુની રકમની જોગવાઇ કરવામાં આવી છે, જે પૈકી રૂપિયા ૪૨ કરોડના નવા કામોની દરખાસ્ત સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવનાર છે. તેવું અંદાજપત્ર રજૂ કરતા કમિશનર શ્રી ડૉ. ઘવલ પટેલે જણાવ્યું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકા કમિશનર શ્રી ર્ડા. ધવલ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં પાણી, ગટરવ્યવસ્થા તથા અન્ય પ્રાથમિક સુવિધાઓ વધુ સુદ્રઢ બને તે માટે શહેરી ગરીબ અને પછાત વિસ્તાર માટે રૂપિયા ૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ શહેરની પેરીફેરી ગામડા વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ માટે આ અંદાજપત્રમાં અન્ય રૂપિયા ૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેની સાથે મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા ગામોમાં પાયાની સુવિધાઓ માટે પણ રૂપિયા ૬ કરોડની જોગવાઇ ચાલુ રાખવામાં આવી છે. આમ શહેરી ગરીબ અને પછાત વિસ્તાર તથા પેરીફેરી ગામડા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ વધુ સુદ્રઢ બને તે માટે રૂપિયા ૧૮૦૦ લાખની જોગવાઇ ચાલુ રાખવામાં આવી છે. કમિશનરશ્રીએ ઉમેર્યું હતું કે, મહાનગરપાલિકા હસ્તની મિલકતોની મરામત જેવી કે, સુએજ પમ્પિંગ સ્ટેશન, ઇ.એસ.આર.વોટર પમ્પિંગ સ્ટેશન, સર્કલ વોટર સપ્લાય પાઇપ લાઇન, આંગણવાડી સ્કુલો જાહેર શૌચાલયો તેમજ સી.સી.રોડ વગેરેની મરામત અને નિભાવણી તેમજ જાળવણી માટે રૂપિયા ૫ કરોડ જોગવાઇ કરવામાં આવી છે. મહાનગરપાલિકા હસ્તકના બીયાઓની નિભાવણી માટે રૂપિયા ૨ કરોડ તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં વિદ્યુત મરામતની કામગીરી અર્થે રૂ.૨૨૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે. તેની સાથે સાથે મુખ્ય માર્ગોની સફાઇ કામગીરી માટે સને- ૨૦૨૨ ૨૩માં કુલ ૩,૩૫૭ લાખની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે શહેરના આંતરિક તેમજ મુખ્ય માર્ગોની સફાઇ ખર્ચ માટે રૂપિયા ૫૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નવા સમાવિષ્ટ વિસ્તારમાં આંતરિક તેમજ મુખ્ય માર્ગોની સફાઇ ખર્ચ માટે રૂ.૧૩ કરોડની અને ડોર ટુ ડોર ઘન કચરાના નિકાલની કામગીરી માટે રૂપિયા ૧૧ કરોડ આમ સફાઈ અંગેની કામગીરી માટે રૂપિયા ૪૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં આસ્ફાલ્ટ અને સી.સી.રોડની કામગીરી અર્થે રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં ઓતરિક રસ્તાઓના સીસી રોડ માટેની કામગીરી માટે રૂપિયા ૧૫૦ લાખની જોગવાઇ આ બજેટમાં કરવામાં આવી છે.
પાણી તથા ગટરવ્યવસ્થાને લગતા કામોની બજેટની વાત કરતા કર્મિશનરશ્રીએ જણાવ્યું હતું કે, નવા વિસ્તારોમાં નવી ટ્રેનેજ લાઇન સુએઝ પમ્પીંગ સ્ટેશન એસૌપી વગેરેના બાંધકામ અર્થે કુલ- ૧૦૫૧૨.૯૨ લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જે પૈકી વર્ષ- ૨૦૨૨-૨૩માં રૂપિયા ૭.૯૮૯.૮૮ લાખની જોગવાઇ કરવામાં આવી છે. નવા વિસ્તારમાં પાણની પાઇપ લાઇન નાખવાના કામ, વોટર વર્કસ, રો વોટર પમ્પ હાઉસ, કલિયર વોટર પમ્પ હાઉસ વગેરેના બાંધકામ માટે કુલ- રૂપિયા ૮,૦૧૫.૬૬ લાખનો ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે. જે પૈકી આ વર્ષના બજેટમાં ૫.૬૧૦.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
તે ઉપરાંત પ્રધાન મંત્રી આવાસ યોજના માટે રૂપિયા ૫ કરોડ ઘર વિહોણા લોકો માટે શેલ્ટર હોમ બનાવવા રૂપિયા ૪.૫૦ કરોડ,
મુક્તિધામ, કબ્રસ્તાન તથા નાના બાળક માટે દનવિધિ તેમજ અન્ય અંતિમધામોની જરૂરિયાત મુજબની કામગીરી માટે રૂપિયા ૬ કરોડ
કુડાસણમાં ટાઉનહોલ બનાવવા માટે રૂપિયા ૬ કરોડ સિનિયર સિટીઝન પાર્ક અને લાયબ્રેરી બનાવવા માટે રૂપિયા ૫૦ લાખની જોગવાઇ
કરવામાં આવી છે. કોલવડા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ, લાયબ્રેરી તથા અધતન સુવિધાવાળું સ્મશાનગૃહ બનાવવા માટે રૂપિયા ૩ કરોડની અલગ અલગ વિસ્તારમાં કોમ્યુનિટી હોલના બાંધકામ માટે રૂપિયા ૧ કરોડ પબ્લાખની જોગવાઇ કરવામાં આવી છે. તેની સાથે સાથે નવા વિસ્તારમાં હાયર ચોકી બનાવવા માટે રૂપિયા ૫ કરોડ, જાહેર શૌચાલય બનાવવા માટે રૂપિયા 1 કરોડ ૫૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. કુતરાના ખસીકરણ એનીમલ બર્થ કંટ્રોલ સેન્ટર બનાવવાની કામગીરી માટે રૂપિયા ૭પ લાખ અને ઢોર ડબ્બો બનાવવા માટે રૂપિયા ૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મટીરીયલ રીકવરી ફેસેલીટી સેન્ટર બનાવવા માટે રૂપિયા ૫ કરોડ તથા અર્બન હૅલ્થ સેન્ટર બનાવવા માટે રૂપિયા ૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. શાળઓની સુવિધા વધારવા અનુશાંગિક કામગીરી માટે રૂ. ૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના નવા વાહનો કરવા માટે બજેટમાં રૂપિયા ૧૩૩૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે.
ગાંધીનગર મહાનગરપાલિકાને મિલકતવેરા દ્વારા વર્ષ- ૨૦૨૨-૨૩માં રૂપિયા ૫૩ કરોડની વસુલાત કરવામાં આવશે. તેમજ ડોર ટુ ડોર સફાઇ વેરામાંથી અંદાજીત રૂપિયા ૩૫૦ લાખની આવક થશે. તેની સાથે વ્યવસાયવેરાની આવક રૂપિયા ૧૧૦૦ લાખ થવાની અપેક્ષા છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવા વિસ્તારમાં પાણી વેરો અને ગટર વેરો ઉઘરાવવામાં આવશે. આ પાણી વેરા અને ગટર વેરાના દરોની સ્થાય સમિતિ તેમજ સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ બજેટમાં અંદાજિત રૂપિયા ૬૦૦ લાખની આવક થવાનો અંદાજ રાખવામાં આવ્યી છે, તેની સાથે મહાનગરપાલિકા દ્વારા અંદાજિત રૂપિયા ૮૦૦ લાખનો વ્હિકલ ટેક્ષ મળશે
ગાંધીનગર મહાનગરપાલિકાની હદમાં ૧૮ ગ્રામ્ય વિસ્તારો, એક નગરપાલિકા તથા પ૦ ટી.પી. વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના થકી તમામ નવીન બાંધકામો માટે બાંધકામ પરવાનગી તથા વપરાશ પરવાનગી ઠીની આવક સાથે બેટરમૅટ ચાર્જ તથા ચાર્જેબલ એફ.એસ.આઇની નવી આવકનો સમાવેશ થયેલ છે. જેની સામાન્ય સભામાં મંજુરીની અપેક્ષાએ વર્ષ- ૨૦૨૨-૨૩માં અંતર્ગત કુલ- ૭૫૦૦ લાખની આવક મળવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. રોકણોના વ્યાજની આવક રૂપિયા ૧૨૦૦ લાખ થવાની ધારણા છે. આ ઉપરાંત દુકાન- લારી ગલ્લા ભાડાની આવક રૂપિયા ૧૨૭ લાખનો અંદાજ રાખવામાં આવ્યો છે. તેની સાથે ઓક્ટરોય વળતર ગ્રાન્ટ રૂપિયા ૧૫૪૮ લાખ અને રેવન્યુ ગ્રાન્ટની આવક ૧૮૧૫ લાખ થવાની ધારણા છે. આમ વર્ષ- ૨૦૨૨-૨૩માં કુલ રેવન્યુ આવક ૨૦ ૫૫૪.૦૩ લાખ થશે. તેમજ વન્યુ અંદાજપત્રમાંથી તબદીલ થનાર રૂપિયા ૭,૫૦૦ લાખ, રાજય તથા કેન્દ્ર સરકારશ્રીની કેપિટલ ગ્રાન્ટ માટે સંભવિત મળનાર રકમ રૂપિયા ૭,૦૫૭ લાખની કેપીટલ ગ્રાન્ટ તથા ડીપોઝીટ અનામત સદરે રૂપિયા ૩૦૦ લાખ મળીને કુલ કેપીટલ આવક રૂપિયા ૧૪,૮૫૭ લાખ થવાની અપેક્ષા છે.
આમ વર્ષ ૨૦૨૨-૨૩ માટે સુચિત અંદાજોમાં ઉઘડતી સિલક કુલ- રૂપિયા ૨૬,૭૫૧૪૭ લાખ તથા કુલ આવક રૂપિયા ૨૭,૯૦૧,૦૩ લાખની સામે કુલ ખર્ચ રૂપિયા ૫૧,૨૮૬૯૦ના અંદાજો રજૂ કરવામાં આવ્યા છે. આમ રૂપિયા ૩,૩૬૫.૬૦ લાખની પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x