ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની 1181 જગ્યાની ભરતી જાહેર, આજથી જ ભરી શકાશે ફોર્મ
ગુજરાત (Gujarat)માં સરકારી નોકરી (Government jobs) મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ (Competitive Exams)ની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. પંચાયત વિભાગે તલાટી બાદ હવે જુનિયર ક્લાર્ક (Junior Clerk)ની પણ ભરતી જાહેર કરી છે. 1181 જગ્યાની ભરતી (Recruitment) જાહેર કરવામાં આવી છે.
1181 જગ્યાની ભરતીની જાહેરાત
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3 સીધી ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જિલ્લા પંચાયતોમાં વહીવટ અને હિસાબ શાખામાં જુનિયર ક્લાર્ક વર્ગ-3ની 1181 જગ્યાની ભરતી કરવામાં આવશે. જે માટે તારીખ 18 ફેબ્રુઆરી 2022થી 8 ફેબ્રુઆરી 2022 દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો મગાવવામાં આવ્યા છે.
આ ભરતી અંગે પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજાએ ટ્વિટ કરીને માહિતી આપી હતી
શુક્રવાર એટલે કે આજથી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ફરી શકાશે. ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા 8 માર્ચ સુધી ચાલશે .વધુ માહિતી માટે gsssb.gujarat.gov.in પર પરીક્ષાના આયોજન વિશે અપડેટ રહેવા માટે જણાવવામાં આવ્યું છે.
આ પહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આયોજિત બિન સચિવાયલ ક્લાર્ક અને સચિવાલયના ઓફિસર આસિસ્ટન્ટ વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સ્પર્ધાત્મક પરીક્ષા 13 ફેબ્રુઆરીના રોજ, રવિવારે યોજાવાની હતી. જો કે આ પરીક્ષા મોકુફ રખાતા પરીક્ષાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી. હવે આ જાહેરાતથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓમાં ફરીથી ઉત્સાહ જોવા મળ્યો છે.