ગાંધીનગર

ગાંધીનગરમાં સોશિયલ એક્ટિવિટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇન્દ્રોડા સરકારી પ્રા.શાળામાં સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઇ

ગાંધીનગર :

ગાંધીનગરમાં સોશિયલ એક્ટિવિટી ચેરીટેબલ ટ્રસ્ટ  દ્વારા દિન-પ્રતિદિન બાળકો, નિરાધાર ઍવમ જરૂરિયાતમંદ લોકો અને પર્યાવરણ ક્ષેત્રે ખૂબ જ લોકહિતના કાર્યો કરવામાં આવે છે તે પૈકી 19 ફેબ્રુઆરી શનિવારના રોજ પ્રાથમિક શિક્ષણ વિભાગના વહીવટી અધિકારી ડૉ.કિરણબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઇન્દ્રોડા સરકારી પ્રાથમિક શાળા નં. 1 અને 2 માં સ્પોર્ટ્સ ડે ની ઉજવણીમાં દોડ, સંગીત-ખુરશી, રસ્સાખેંચ, લીંબુ-ચમચી, ક્રિકેટ વગેરે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 1 થી 8 ના 100 વિદ્યાર્થીઓ (છોકરા & છોકરીઓ) એ ઉત્સાહભેર અલગ-અલગ રમતોમાં ભાગ લીધો હતો. સ્પર્ધાના અંતે પ્રથમ અને દ્વિતીય નંબર લાવનાર સ્પર્ધકોને ઇનામ સ્વરૂપે અનુક્રમે સ્કૂલબેગ, પાણીની બોટલ તેમજ નોટબુક આપવામાં આવી હતી. ત્યારબાદ પરેશભાઈ સોની ના પિતાની બીજી પુણ્યતિથિ નિમિતે તેમના તરફથી સ્કૂલના 250 જેટલા બાળકોને સમોસાનો અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. ભાવિ પેઢી માટે પ્રેરણાદાયી બની રહે હેતુથી આ સંસ્થા દ્વારા અવારનવાર આવા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x