મનપા ગાંધીનગર ના સફાઈ કામદારો ને ન્યાય આપો : ડૉ.ગુલાબચંદ પટેલ, દલિત સેના પ્રમુખ
ગાંધીનગર :
ગાંધીનગર મહા નગર પાલિકા માં ફરજ બજાવતા સફાઈ કામદારો કે જેઓ બે મહીના થી સેક્ટર – ૧૨ બગીચા પાસે પ્રતિક ઉપવાસ પર બેઠા છે. તેઓ ની માંગણી છે કે એમને કાયમી કરવામાં આવે
દલિત સેના ના સચિવ શ્રી બાબુ ભાઇ મેસરવાલા, ગાંધીનગર જિલ્લા ના પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ અને મહા મંત્રી શ્રી કાંતિ ભાઇ પટેલ એડવોકેટ દ્વારા તેઓની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેઓને સાથ સહકાર આપવા જણાવ્યું હતું.
શ્રી બાબુભાઈ મેસર વાલા સચિવ શ્રી એ સરકાર શ્રી ને વિનંતી કરી હતી કે આ સફાઈ કામદારો ની માંગણી ધ્યાને લઈ તેઓ ને કાયમી કરે
શ્રી બાબુભાઈ મેસર વાલા એ મેયર શ્રી હિતેશ ભાઇ મકવાણા ને ફોન કરીને જણાવ્યું હતું કે સફાઈ કામદારો ને ન્યાય આપે, શ્રી હિતેશ ભાઇ મકવાણા મેયર શ્રી એ જણાવ્યું હતું કે રૂબરૂ આવી રજૂઆત કરવામાં આવે,
ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા જણાવ્યું હતું કે આપ ની માંગણી સરકાર જરૂર ધ્યાને લઈ આપ ને ન્યાય આપશે તેના માટે આપ સૌ એ ધીરજ રાખવી પડશે
મહા મંત્રી શ્રી કાંતિ ભાઇ પટેલ એડવોકેટ દ્વારા જણાવવા આવ્યું હતું કે અમે દલિત સેના ના પદાધિકારીઓ આપ ની સાથે છીએ, આપ ને કોઈ જરૂરિયાત હોય તો જણાવશો
શ્રી બાબુભાઈ મેસર વાલા સચિવ શ્રી દલિત સેના એ જણાવ્યું છે કે આ સફાઈ કામદારો ને ન્યાય નહીં મળે તો દલિત સેના આ આંદોલન માં જોડાશે
સરકાર શ્રી ને વિનંતી છે કે આ ૬૦ દિવસ થી પ્રતિક ઉપવાસ પર સેક્ટર ૧૨ ના ગાર્ડન પાસે આંદોલન કરી રહેલા સફાઈ કામદારો ની માગણી સંતોષી ને જરૂરી ન્યાય આપે
શ્રી રાજુ ભાઇ એ જણાવ્યું કે આ સફાઈ કામદારો ને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ એ દલિત સેના ના પદાધિકારીઓ નો આભાર માન્યો હતો