વડોદરા ના દલિત સમાજ દ્વારા રાજ્યસભા સાંસદ શંભુનાથ ટુંડીયા નો અને ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ નો વિરોધ કરાયો :

Shambhunath Tondiya

વડોદરા : ડેપ્યુટી મેયર બન્યા તેજ દિવસ થી વિવાદ માં આવેલા ઓડિયો કલીપ થકી કથિત પ્રોફેસરો ની ભરતી કાંડ માટે મંત્રી રમણલાલ વોરા નો ઉપયોગ કરી રૂપિયા લેવાનો ગંભીર આરોપ છે તેવા જીવરાજ ચૌહાણ નો અને શંભુનાથ ટુંડીયા નો દલિતો એ આજ રોજ વડોદરા માં અનોખો વિરોધ કર્યો હતો . જેમાં વર્ષો પહેલા દલિતો ને શુદ્ર તરીકે ઓળખતા હતાં અને તેમની સાથે અમાનવીય વ્યવહાર કરાતો જેમાં , દલિતો ને ગળા માં કુંડલી અને પાછળ ઝાડુ બાંધી ને ફરવું પડતું હતું તે દિવસ ની યાદ તાજી કરતા બે નવયુવાનો .  તેમજ  ટ્રસ્ટીઓ દ્વારા થયેલો ભ્રષ્ટ્રાચાર અને જીવરાજ ચૌહાણ ડેપ્યુટી મેયર ઉપર પાર્ટ ટાઇમ પ્રોફેસરો ની ભરતી માં ઉઘરાવેલા કરોડો રૂપિયા ની તપાસ કરવા માટે ની દલિતો એ માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *