ગાંધીનગર

ગાંધીનગર GIDCમાં લાયસન્સ વિના ચાલતાં LED લાઇટનું ઉત્પાદન કરતા એકમો ઝડપાયા

ગાંધીનગર :

ભારતીય માનક બ્યુરો પાસેથી માનક ચિહ્ન માટે લાયસન્સ મેળવ્યા વિના ઉત્પાદન કરવું ગેરકાયદેસર હોય છે. આમ આવા ચિહ્નનો લાયસન્સ વગર ઉપયોગ કરનાર ગાંધીનગરમાં એલઇડી લાઇટ બનાવતાં બે એકમો ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. ભારતીય માનક બ્યુરોને લાયસન્સ લીધા વગર એલઇડી લાઇટના ઉત્પાદનમાં સંડોવણી અંગે બાતમી મળી હતી. જેના આધારે ગાંધીનગરમાં કાર્યરત એકમોમાં તપાસ હાથ ધરવામાં આવતાં મેસર્સ ડીમેક એનેજિયા પ્રાઇવેટ લી., સેક્ટર-૨૫ અને મેસર્સ વિવિડ એલઇડી પ્રોડક્ટ્સ સેક્ટ૨-૨૬ ઉ૫૨ દરોડા પાડવામાં આવ્યા હતા. આ બંને એકમોને ત્યાં માન્ય લાઇસન્સ વિના એલઇડી લાઇટ, સ્ટ્રીટ લાઇટ, ફલડ લાઈટ જપ્ત કરવામાં આવી હતી. આમ આ પ્રકારની પ્રવૃત્તિ કરનારા સામે ઉલ્લંધનની કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને બે વર્ષ સુધીની જેલ અથવા રૂપિયા બે લાખનો આર્થિક દંડની જોગવાઇ પણ અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવે છે તેવું બ્યુરોના પ્રમુખે જણાવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x