આરોગ્યગાંધીનગરગુજરાત

આજથી 12થી 14 વર્ષના બાળકોનું કોરોના રસીકરણ શરૂ કરાયુ, CM એ કરાવ્યો પ્રારંભ

આજથી ગુજરાતભરમાં કોવિડ-19 વેક્સિનેશન અન્વયે ૧ર થી ૧૪ વર્ષની વયના ર૨ લાખથી વધુ બાળકોનું રસીકરણ શરૂ કરાયુ છે. ૧ર થી ૧૪ વર્ષની વયજૂથના પાત્રતા ધરાવતા બાળકોને કોર્બેવેક્ષ વેક્સિનના બે ડોઝ અપાશે. વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના ર૮ દિવસ બાદ બીજો ડોઝ અપાશે. રાજ્યમાં બે હજારથી વધુ રસીકરણ કેન્દ્રો પરથી રપ૦૦ થી વધુ વેક્સિનેટર્સ વેક્સિનેશન કામગીરી હાથ ધરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની બોરીજ પ્રાથમિક શાળાએથી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં ૧ર થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને કોરોના વેક્સિનેશનના સુરક્ષા કવચથી આવરી લેવાની કામગીરીનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર શહેરની બોરીજ પ્રાથમિક શાળાએથી કરાવ્યો છે.

ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં આજે તા.૧૬ માર્ચ બુધવારથી આ વેક્સિનેશન કાર્યવાહીનો આરંભ થયો છે. ગુજરાતમાં આ કામગીરી અંતર્ગત ૧ર થી ૧૪ વર્ષની વયના ૨૨.૬૩ લાખ જેટલા બાળકોને કોવિડ-19 ની રસી આપવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્ષ નામની રસીના ર૩.૦પ લાખ ડોઝ ઉપલબ્ધ છે અને તે કોલ્ડ ચેઇન પોઇન્ટ સુધી પહોંચાડવામાં આવ્યા છે. તેને ર થી ૮ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર સ્ટોર કરવામાં આવે છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ વિકાસ વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગના સહયોગથી આ કોર્બેવેક્ષ વેક્સિનના ડોઝ પાત્રતા ધરાવતા તમામ બાળકોને અપાવાના છે. તદ્દઅનુસાર, વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના ર૮ દિવસ બાદ બીજો ડોઝ અપાશે. મુખ્યમંત્રીએ બોરીજ પ્રાથમિક શાળામાં આ વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારા બાળકો સાથે સંવાદ કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યમાં આ કામગીરી આશરે ર૦૦૦થી વધુ રસીકરણ કેન્દ્રો પરથી રપ૦૦ થી વધુ વેક્સિનેટર્સ દ્વારા પ્રથમ દિવસે હાથ ધરાવાની છે. મુખ્યમંત્રીએ આ વેક્સિનેશન કામગીરીમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓની સાથે પણ વાતચીત કરી હતી. તેમણે ડોઝ અંગેની વિગતો મેળવી હતી અને આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

વેક્સિનેશન કામગીરીના આ પ્રારંભ વેળાએ ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા તેમજ મહાનગરના પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ, જિલ્લા કલેકટર કુલદીપ આર્ય વગેરે પણ જોડાયા હતા. મુખ્યમંત્રીએ આ અભિયાનનો પ્રારંભ કરાવતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સમગ્ર દેશ અને રાજ્યમાં તા.૧૬ જાન્યુઆરી-ર૦ર૧થી વિના મૂલ્યે કોવિડ-19 વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તબક્કાવાર વય જૂથ પ્રમાણે સૌને રસીકરણથી આવરી લઈ કોરોના સામે રક્ષણ આપવાનું મહા અભિયાન દેશમાં તેમના નેતૃત્વમાં સફળતા પૂર્વક આગળ વધ્યું છે. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ હવે તા. 16 માર્ચ 2020 થી 60 વર્ષથી વધુ વયના તમામ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઇ છે. આ વયજૂથમાં વેક્સિનનો બીજો ડોઝ લીધાના ૯ મહિના, ૩૯ અઠવાડિયા બાદ જ પ્રિકોશન ડોઝ લેવાનો રહેશે. એટલું જ નહિ, બન્ને ડોઝ જે વેક્સિનના લીધા હોય તે જ વેક્સિનનો પ્રિકોશન ડોઝ લેવાનો રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x