ગાંધીનગરગુજરાત

હોળીની જ્વાળાને આધારે જાણો અંબાલાલ પટેલે શુ કરી આગાહી: ચોમાસુ રહેશે ખુબ જ તોફાની

અમદાવાદ :

ગુજરાતમાં આજે હોળીકા દહનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં હોળીની ઉજવણી કરવામાં આવતી હોય છે. જો કે પાલજની હોળી સમગ્ર ગુજરાતમાં વખણાય છે. આ હોળીના આધારે જ ખ્યાતનામ હવામાન શાસ્ત્રી સમગ્ર વર્ષની આગાહી પણ કરતા હોય છે. અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે પણ પણ હોળીની જ્વાળા જોઇને આગામી વર્ષ અંગે ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે હોળીની જ્વાળાઓ કોઇ એક દિશામાં નથી. જેના કારણે આગામી વર્ષ ખુબ જ તોફાની રહેવાની આશંકા છે. આ ઉપરાંત અંબાલાલ પટેલના અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છ અને અમદાવાદમાં સૌથી વધારે ગરમી રહેશે. ગ્રહોની અસરને જોતા આ વર્ષે એપ્રીલ તથા મે તથા જુન મહિનામાં વાવાઝોડાની સૌથી વધારે અસર રહેશે. હવામાન આ વર્ષે ખુબ જ અનિયમિત રહેવાની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ૨૬ એપિલ બાદથી જ સુર્યનારાયણ પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કરશે. 47 ડિગ્રી ગરમી રહેશે. આગની સ્થિતિને જોતા વાતાવરણમાં ભારે ઉથલપાથલ રહેશે.

ચોમાસા અંગે આગાહી કરતા તેમણે જણાવ્યું કે, પશ્ચિમ ઉત્તરના પવનના કારણે વંટોળ અને વાવાઝોડાનું પ્રમાણ રહેશે. સમગ્ર ચોમાસુ ખુબ જ તોફાની રહેશે. શરૂઆતમાં વરસાદ રહેશે બાદમાં અનિયમિત વરસાદ રહેશે જેના કારણે ખેડૂતોની પરેશાનીમાં વધારો થશે. મે મહિનામાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી રહેશે. ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં વરસાદ અનિયમિત રહેશે. પવનથી નુકસાન થાય તેવા પાકને ખુબ જ નુકસાન થશે. નોંધનીય છે કે, અંબાલાલ પટેલની આગાહી હંમેશાથી જ સચોટ રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x