ગાંધીનગરગુજરાત

ભાજપ કોંગ્રેસના 10 ધારાસભ્યોના સંપર્કમાં, વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસમાં તોડફોડની તૈયારીઓ શરૂ હોવાનુ કોંગી ધારાસભ્યએ આપ્યું નિવેદન

ગાંધીનગર :

મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર અને સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢાના નિવેદનને કારણે દિલ્હી સહિત રાજસ્થાનમાં રાજકીય હલચલ વધી ગઈ છે. સંયમ લોઢા છેલ્લા કેટલાક સમયથી પોતાની જ સરકાર પર હુમલો કરી રહ્યા છે. તેની વચ્ચે હાલમાં જ સંયમ લોઢાએ એક ટ્વિટ કરીને ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. મહત્વનું છે કે, સંયમ લોઢાએ 18મી માર્ચે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, ભાજપની નજર કોંગ્રેસના 10 ધારાસભ્યો પર છે. સ્વસ્થ રહો, સતર્ક બનો. લોઢાએ સ્પષ્ટપણે ગુજરાત કોંગ્રેસમાં ભાંગફોડની શક્યતા વ્યક્ત કરી છે. લોઢાએ પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે.

એક મીડિયા સાથેની ચર્ચા દરમિયાન  સંયમ લોઢાએ કહ્યું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ કોંગ્રેસના 10 ધારાસભ્યોના સંપર્કમાં છે. આ અંગે મેં ગુજરાત પ્રભારી રઘુ શર્માને પણ જાણ કરી છે. કોંગ્રેસનો શુભેચ્છક હોવાના નાતે આવા ષડયંત્રનો પર્દાફાશ કરવાની મારી ફરજ છે. મેં બધાને ચેતવણી આપી છે, સાવચેત રહેવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, 2020 માં, કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, પાછળથી જૂન 2020 માં, કોંગ્રેસના તમામ આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનો આ ટ્રેન્ડ જૂનો છે. તાજેતરમાં જ કોંગ્રેસના 5 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં હવે કોંગ્રેસના 65 ધારાસભ્યો બચ્યા છે. કોંગ્રેસે ભાજપ પર છેડછાડની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે CM અશોક ગેહલોતના સલાહકાર સંયમ લોઢા છેલ્લા ઘણા દિવસોથી રાજસ્થાન સરકારની ટીકા કરી રહ્યા છે. વિધાનસભામાં આવા અનેક પ્રસંગો આવ્યા જ્યારે કોંગ્રેસના શાસનની ખામીઓ ગણાવવાની સાથે સંયમ દ્વારા મંત્રીઓ પર નિશાન સાધ્યું હતું. ત્યારે ગુજરાતને લઈને કોંગ્રેસને ચેતવણી આપવામાં આવી છે. CMના સલાહકારે ટ્વીટ કરીને ગુજરાત કોંગ્રેસમાં ભંગાણની ચેતવણીના અનેક અર્થ થઈ શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x