ગુજરાત

ગરમી વધતાં પ્રા.શાળાઓનો સમય સવારનો કરવા શિક્ષક સંઘે કરી માંગ

ગાંધીનગર :

રાજયમાં છેલ્લા પાંચેક દિવસથી ગરમીના વધતા જતા પ્રકોપથી પ્રાથમિક શાળાના બાળકોની હાલત કફોડી બની છે. ઉપરાંત હાલમાં મધ્યાહન ભોજન પણ આપવામાં આવતું નથી. આથી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓનો સમય સવારનો રાખવાની માંગણી સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ સચિવને રજુઆત કરી છે.

ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમીનો અનુભવ રાજ્યના લોકો કરશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. આથી હોળીના તહેવાર પહેલાં જ અસહ્ય ગરમી પડી રહી છે. આકાશમાંથી વરસી રહેલા અગન જવાળાઓની સીધી અસર જનજીવન ઉપર પડી છે. ત્યારે રાજ્યભરમાં હિટવેવને પગલે પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવામાં આવે તેવી માંગ શિક્ષકોમાં ઉઠવા પામી છે. જોકે કોરોનાકાળને પગલે પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને ભોજન આપવામાં આવતું નથી. આથી સવારથી જમીને આવતા બાળકોને તકલીફ પડી રહી છે. ઉપરાંત બપોરના સમયે તાપમાન 41 ડીગ્રી થઇ જવાથી તેની અસર શૈક્ષણિક કાર્ય ઉપર પડી રહી છે. ઉપરાંત રાજ્યના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સતાવી રહી છે. ત્યારે આવા સમયમાં કાળઝાળ ગરમીમાં આખો દિવસ વિદ્યાર્થીઓને શાળામાં બેસાડી રાખવા મુશ્કેલ બની જાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x