PM મોદીને મળી જાનથી મારી નાંખવાની ધમકી
દેશનાં વડાપ્રધાનને નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પ્રાપ્ત જાણકારી મુજબ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની મુંબઈ શાખાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યો છે.
આ મેઈલમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન પર 20 કિલો RDX થી હુમલો કરવાની યોજના છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ હવે આ વિગતો અન્ય એજન્સીઓને મોકલી છે.
હાલ જે ઈમેલ આઈડી પરથી મેઈલ આવ્યો છે તેની સઘન તપાસ ચાલી રહી છે.