ગુજરાત

ગુજરાતનાં વિધાનસભા ચૂંટણી પહેલા પોલીસ બેડામાં મોટા ફેરફાર, 57 IPSની બદલી, 20 IPSની બઢતી સાથે બદલીના આદેશ

અમદાવાદ :

રાજયમાં ખૂબ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેનો અંત આવ્યો છે. ગુજરાતનાં પોલીસ બેડામાં ચૂંટણી પહેલા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક ઝાટકે 77 IPS અધિકારીઓની બદલી અથવા બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

ગુજરાત પોલીસમાં બઢતી અને બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે. કુલ 57 IPS અધિકારીઓની બઢતી અને અલગ અલગ સ્થળે બદલી કરવામાં આવી છે. 20 અધિકારીઓની બઢતી સાથે બદલી થઇ છે. રાજ્યમાં હાલમાં મહિલાઓ સામેના ક્રાઇમ સતત વધી રહ્યા છે જેના કારણે લોકોમાં પણ ભારે આક્રોશ છે એવામાં ટોપના પોલીસ અધિકારીઓના ટ્રાન્સફરના આદેશ આપવામાં આવ્યા છે જેમાં લીના પટેલ, જયપાલ સિંગ રાઠોડ અને નિર્લિપ્ત રાય જેવા મોટા નામ પણ સામેલ છે.

હરેશ દુધાતને સુરેન્દ્રનગરના SP બનાવાયા છે. જ્યપાલસિંહ રાઠોડ રાજકોટ ગ્રામ્યના SP,તો અચલ ત્યાગીને મહેસાણાના SP બનાવાયા છે. અક્ષયરાજ મકવાણાને બનાસકાંઠાના SP બનાવાયા છે. તરુણ દુગ્ગલને ગાંધીનગરની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય અમરેલીના SP નિર્લિપ્ત રૉયને ગાંધીનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના SP બનાવવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x