ગુજરાતની આ બેન્કમાં કરોડોનું કૌભાંડ સામે આવતા 8 કર્મચારીને કરાયા સસ્પેન્ડ
જામનગર:
જામનગર ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકના જામજોધપુર અને જામનગર તાલુકાની બ્રાન્ચમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેને લઈને બેંકના ચેરમેને તપાસ હાથ ધરીને આજે કુલ આઠ કર્મચારીની સંડોવણી સામે આવતા તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ આઠે કર્મચારીઓ સામે ખાતાકીય તપાસનો ચેરમેને આદેશ આપ્યો છે. તાજેતરમાં જામનગર ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકની નવા બોર્ડની ચૂંટણી યોજાઇ હતી. આ ચુંટણીમાં ચૂંટાયેલા ડિરેક્ટરો માંથી પી.એસ.જાડેજાને ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવ્યા હતા. પી.એસ.જાડેજાએ ચેરમેનનો પદ સાંભળ્યા બાદ બેંકના અનિયમિત કર્મચારીઓને નોકરી કરવાની ફરજ પાડી હતી. ઉપરાંત અગાઉ બેંકમાં થયેલા કરોડોના કૌભાંડની તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી કૌભાંડીઓને ખુલ્લા પાડ્યા હતા. તપાસ બાદ એક સિનિયર ઓફિસર, ચાર બ્રાન્ચ મેનેજર, 2 ક્લાર્ક, અને એક પટ્ટાવાળાને કુલ 8 કર્મચારીઓને કૌભાંડમાં સંડોવણી હોવાના કારણે સસ્પેન્ડ કર્યા હતા અને તેમની સામે ખાતાકીય તપાસ કરવાનો ચેરમેને આદેશ આપ્યો છે
જામનગર ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકમાં કરોડોનું કૌભાંડ સામે આવતા બેની સામે સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બેંકમાં કોઈ પ્રકારની ગડબડ ન થાય તે માટે અલગ-અલગ નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેમ છતાં અધિકારીઓ પોતાના અંગત લોકોને લાભ કરાવવા માટે નિયમો નેવે મૂકીને કૌભાંડ આચરતા હોય છે.