ગાંધીનગર

ગાંધીનગર : લો યુનિવર્સીટીના 12થી વઘુ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ થયાં

ગાંધીનગર :

ગુજરાત રાજ્યમાં ગાંધીનગરમાં અચાનક જ કોરોના કેસમાં ધરખમ વધારો થયો છે. ગુજરાત નેશનલ લો યુનિના 15 વિદ્યાર્થીઓ એકીસાથે કોરોના પોઝિટિવ આવ્યા. હોસ્ટેલમાં રહેતા આ વિદ્યાર્થીઓને તાવના લક્ષણો દેખાતા ટેસ્ટ કરવામા આવ્યા હતા ત્યારે આજરોજ રિપોર્ટ આવતા ખ્યાલ પડ્યો કે 15 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ છે. આ ખબર મળતાની સાથે જ હાલ સમગ્ર ગુજરાતમા હડકંપ મચી ગયો છે અને ગુજરાતીઓ ચિંતામા મુકાઈ ગયા છે.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોરોનાના 8 થી 20 જેટલા કેસ નોંધાઇ રહ્યા હતા. ત્યારે આ ઘટનાએ હાલ સમગ્ર તંત્રને જડમૂળથી હચમચાવી નાખ્યું છે. હાલ આ તમામ પોઝિટિવ વિધાર્થીઓ હોમ ક્વોરન્ટાઇન કરાયા છે અને તેમની પળેપળની ગતિવિધિઓનુ નિરીક્ષણ કરવા માટે આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે. ગઇકાલે ગુજરાતમાં કોરોના વાયરસના ફક્ત 8 જ કેસ નોંધાયા હતા અને 9 જેમા અમદાવાદમા 3 કેસ , ખેડામાં 2 કેસ, ગાંધીનગરમાં 1 કેસ, કચ્છમાં 1 કેસ અને વડોદરામાં 1 કોરોનાનો કેસ નોંધાયો હતો.

કોરોનાના નવા વેરિઅન્ટ XE નો સૌપ્રથમ કેસ બુધવારના રોજ મુંબઈમાં જોવા મળ્યો ત્યારે મહારાષ્ટ્રના મંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, કોરોનાના નવા વેરિઅન્ટથી સંક્રમિત શંકાસ્પદ દર્દીની હાલત હાલ સ્થિર છે અને તેના સંપર્કમાં આવનાર લોકો પણ કોરોના નેગેટિવ છે. આ લોકોના નમૂનાઓ પરીક્ષણ માટે NIBMGને મોકલવામાં આવ્યા છે અને આ માટે હું લોકોને તેવી અપીલ કરું છું કે, ગભરાશો નહીં. XE વેરિઅન્ટ વિશે જો વાત કરવામાં આવે તો તેનો ચેપ 10 ટકા ઝડપથી ફેલાય છે, જો કે આ સિવાય ગભરાવાની કોઈ વાત નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x