ગુજરાત

હિંમતનગરમાં મોડી રાત્રે ફરી હિંસા ભડકી, પેટ્રોલ બોંબ ફેંકાયા

હિંમતનગર:

હિંમતનગરમાં રામનવમીના દિવસે થયેલી હિંસા બાદ ફરી એકવાર ગઇકાલ મોડીરાત્રે હિંસા ભડકી હતી. હિંમતનગરના વણઝારાવાસમાં મોડીરાત્રે પેટ્રોલ ભરેલા બાટલા ફેંકવામાં આવ્યા હતા. ટોળાઓ સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી. આ બાબતની પોલીસને જાણ થતાં તાત્કાલીક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. મામલો બેકાબુ બનતા શહેરમાં 144 કલમ લાગુ કરવામાં આવી હતી. દિવસભર વાતાવરણ શાંત રહ્યા બાદ હિંમતનગરના વણઝારા વાસમાં ફરી હોબાળો થયો હોવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. અંધારાનો લાભ લઈને અસમાજિક તત્વો દ્વારા હિંસા ભડકવવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. હસનનગર વિસ્તારમાં પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાવામાં આવી હતી. હસનનગર વિસ્તારમાં આવેલા વણઝારાવાસમાં બે ટોળાઓ સામસામે આવી જતા અફરાતફરી સર્જાઈ હતી. ટોળાંઓએ સામસામે પથ્થરમારો કર્યા બાદ પેટ્રોલ ભરેલી બોટલો ફેકી હતી.

હિંમતનગર વિસ્તારમાં મોડીરાત્રે હોબાળો થયો હોવાની માહિતી મળતા પોલીસ વિભાગમાં એક્શનમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોચ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા ટિયરગેસના સેલ છોડ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x