ગાંધીનગર : આશ્કા હોસ્પિટલની બેદરકારીથી પથરીના દર્દીનું મોત!
ગાંધીનગર :
ગાંધીનગરની આશ્કા હોસ્પિટલની વધુ એક વાર બેદરકારી સામે આવી છે. દર્દીના પથરીનું ઓપરેશન કરવામાં ડોકટરની બેદરકારીના કારણે મોત નિપજતાં પરીવારજનોએ હોબાળો મચાવ્યો છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે 39 વર્ષીય દર્દીનું 1:30 વાગ્યે ઓપરેશન સમયે મોત થયું હતું. હોસ્પિટલના સત્તાધીશોએ 7:00 વાગ્યે મૃતક જાહેર કર્યો હતો. ડોકટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થવાથી પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ લેવાનો ઈનકાર કર્યો છે. બેદરકારીઓની ભરમાળ વાળી હોસ્પિટલમાં દાખલ થયેલા મોટાભાગના દર્દીઓ મોતને ભેટ્યા હોવા છતાં હોસ્પિટલે ધીકતો ધંધો કરી લીધો હતો તેવો પ્રશ્ન ઉપસ્થિત લોકોના મુખે ચર્ચાઇ રહ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં બેદરકારીઓની ભરમાળ વાળી ગણાતી આશ્કા હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં પથરીના ઓપરેશન માટે દાખલ થયેલા દર્દીનું હોસ્પિટલની બેદરકારીના કારણે મોત નિપજ્યું છે. તેવો પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હોસ્પિટલના ડૉ.ગૌરાંગ વાઘેલા દ્વારા ઓપરેશનના નિયમ વિરુદ્ધ દર્દીનું ઓપરેશન કરતા હુકમસિંહ નામના દર્દીનું ઓપરેશન દરમ્યાન જ મોત નિપજ્યું હતું. 39 વર્ષીય હુકમસિંહ નામના દર્દીનું 1:30 વાગ્યે ઓપરેશન સમયે મોત થયું હતું તેમ છતાં હોસ્પિટલના સત્તાધીશોએ 7:00 વાગ્યે દર્દીને મૃતક જાહેર કર્યો હતો. ડોકટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થવાથી પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો છે. કોરોના કાળમાં અહીં આ હોસ્પિટલમાં દાખલ થયેલા મોટાભાગના દર્દીઓ મોતને ભેટ્યા હતા તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.