મનોરંજન

અમિતાભ, શાહરૂખ, અજય દેવગણ અને રણવીર સામે લોકોને ગેરમાર્ગે દોરી તમાકુ પ્રોડક્ટનો પ્રચાર કરતા કેસ નોંધાયો

મુંબઇ :

અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અજય દેવગણ અને રણવીર સિંહ વિરુદ્ધ લોકોને ગેરમાર્ગે દોરી તમાકુ ઉત્પાદનોનો પ્રચાર કરવાની ફરિયાદ બિહારની કોર્ટમાં સોશિયલ એક્ટિવિસ્ટ તમન્ના હાશમીએ કરી છે. અદાલતે આ ફરિયાદ સ્વીકારી વધુ સુનાવણી તા.૨૭મી  મે એ નક્કી કરી છે. કોર્ટમાં દાદ માગવામાં આવી છે કે આરોપીઓ સામે સેકશન ૪૬૭, ૪૬૮, ૪૩૯ અને ૧૨૦ બી હેઠળ એફઆઈઆર દાખલ કરવા પોલીસને આદેશ અપાવો જોઇએ. ચારેય સ્ટાર્સ પર પૈસાની લાલચમાં પોતાની લોકપ્રિયતાને ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. રિપોર્ટના અનુસાર, આ કેસની સુનવણી ૨૭મેના કરવામાં આવશે. તમન્ના હાશ્મીનું કહેવું છે કે, ચારેય સ્ટાર્સ પોતાની પોપ્યુલારિટીનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે. બાળકોથી લઇ વૃદ્ધો સુધી કરોડો લોકો તેમને ફોલો કરતા હોય છે. આ રીતે તેઓ તેમની જિંદગી  સાથે રમત રમી રહ્યા છે.  આ સ્ટાર્સ દ્વારા આવી બ્રાન્ડસને પ્રમોટ કરવાથી બાળકો પર ખોટી અસર પડશે અને તેઓ પણ આમ જ કરશે.

ઉલ્લેખનિય છે કે અક્ષય કુમારે અગાઉ પાનમસાલાની બ્રાન્ડની એડ કરવા બદલ ચાહકોની માફી માગી હતી અને પોતાનો કરાર રદ કરવાની જાહેરાત કરી હતી. તેણે આ એડની ફી દાનમાં આપવાની પણ જાહેરાત કરી હતી. અગાઉ, અમિતાભ બચ્ચને એક પાનમસાલાની બ્રાન્ડનો કરાર તોડવાની જાહેરાત એમ કહીને કરી હતી કે આને સરોગેસી એડ કહેવાય તેની પોતાને જાણ ન હતી. બીજી તરફ, અજય દેવગણે પોતાની પાન મસાલા એડનો હંમેશાં બચાવ કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x