મનોરંજન

કાર્તિક-કિયારાની ભૂલભૂલૈયાએ પહેલા દિવસે 10 કરોડના ઓપનિંગ કલેક્શન

મુંબઇ :

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ભૂલભૂલેયા-ટૂ એ બોક્સ ઓફિસપર ટક્કરના પહેલા દિવસે કંગના રણૌતની ધાકડને ક્યાંય પાછળ છોડી દીધી હતી. ભૂલભૂલૈયાનું પહેલા દિવસનું કલેક્શન ૧૦ કરોડને પણ વટાવી જાય તેવી શક્યતા સામે કંગનાની ફિલ્મને કદાચ ત્રણથી ચાર જ કરોડનું કલેક્શન મળે તેવી ધારણા છે.

બોલિવુડના ટ્રેડ સૂત્રોના જણાવ્યા અનુસાર આશરે ૩૫૦૦ સ્ક્રીન માં રજૂ થયેલી ભૂલભૂલેયા ટૂની મોર્નિંગ શોની ઓક્યુપેન્સી ૩૫ ટકા રહી હતી. ફિલ્મ છ કરોડનું એડવાન્સ બુકિંગ મેળવી ચુકી છે. આ જોતાં  ઓપનિંગ કલેક્શન ૧૦ કરોડથી વધી શકે છે.

બીજી તરફ ૨૨૦૦ જેટલી સ્ક્રીન પર રજૂ  થયેલી ધાકડને આશરે એકાદ કરોડનું જ એડવાન્સ બુકિંગ મળ્યું હતું અને તેને માઉથ પબ્લિસિટીનો સપોર્ટ મળે તેવી શક્યતા ઓછી છે. આથી તેનું કલેક્શન ત્રણથી ચાર કરોડની રેન્જમાં રહેશે. કેટલાંય સ્થળે મોર્નિંગ શો સાવ ખાલી ગયાના પણ અહેવાલ છે.

ધાકડનું બજેટ ૫૫થી ૬૦ કરોડનું છે અને તેની સામે ભૂલભૂલૈયા ટૂનું બજેટ ૪૫ કરોડ આસપાસ ગણાય છે. પહેલા દિવસે મલ્ટીપ્લેક્સમાં ભૂલભૂલૈયા માટે ફૂટફોલ્સ આરઆરઆર  કરતાં પણ વધારે હતા.  વીક એન્ડમાં તેનો બિઝનેસ વધવા પર નજર રહેશે.

આ અગાઉ રણવીરની જયેશભાઈ જોરદારને ઓપનિંગ ડેએ માંડ સવા ત્રણ કરોડનું કલેક્શન મળ્યું હતું. અજય દેવગણની રનવે ૩૪ પણ ત્રણ કરોડનું જ ઓપનિંગ કલેક્શન મેળવી શકી હતી. તેની સરખામણીએ ભૂલભૂલૈયા ટૂનું પ્રદર્શન વધુ બહેતર માનવામાં આવી રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x