ગાંધીનગર

ગાંધીનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ અને જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઈ

ગાંધીનગર :

ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ અને જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટરે અરજદારો દ્વારા જે પ્રશ્નોની રજૂઆત થાય છે. તેને ધ્યાનથી સાંભળવી, તેમજ અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા તેમના પ્રશ્નો પર યોગ્ય તપાસ કરવા પણ સંબંધિત અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. જિલ્લા કલેકટરે તમામ તાલુકાઓમાં પીડીએસ વેબસાઇટમાં થયેલ મોબાઇલ રજીસ્ટ્રેશનની કામગીરી ઝડપી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ કામગીરીમાં બાંધા ૩૫ બનતી ટેકનિકલ બાબતોનો ઝડપી નિકાલ થાય તે માટે સંબંધિત અધિકારીને સૂચનારૂપ જણાવ્યું હતું.

ગાંધીનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ અને જિલ્લા તકેદારી સમિતિની બેઠક આજરોજ ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકના આરંભ ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, અરજદારો દ્વારા જે પ્રશ્નોની રજૂઆત થાય છે. તેને ઘ્યાનથી સાંભળવી, તેમજ અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા તેમના પ્રશ્નો પર યોગ્ય તપાસ કરવા પણ સંબંધિત અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. તેમજ રેશનીંગનું અનાજ સાચા લાભાર્થીઓને જ મળે તેની ખાસ તકેદારી રાખવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા કલેકટરે તમામ તાલુકાઓમાં પીડીએસ વેબસાઇટમાં થયેલ મોબાઇલ રજીસ્ટ્રેશનની કામગીરી ઝડપી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ કામગીરીમાં બાંધા રૂપ બનતી ટેકનિકલ બાબતોનો ઝડપી નિકાલ થાય તે માટે સંબંધિત અધિકારીને ભારપૂર્વક જણાવ્યું હતું. આ બેઠકમાં ઇ.એફ.પી.એસ. અંતર્ગત થયેલ ઇ- ટ્રાન્ઝેકશનની સંખ્યા, ગાંધીનગર જિલ્લાના કુલ કેટેગરીવાઇઝ રેશનકાર્ડ, એન.એફ.એસ.એ. કેટેગરીવાઇઝ રેશનકાર્ડ, એન.એફ.એસ.એસ. એક્ટ અંતર્ગતની વિગત ( એપ્રિલ 2022અંતિત), રેશનકાર્ડ સાથે આધારકાર્ડને લીંક કરવાની બાકી કામગીરી, કાનુની માપ વિજ્ઞાન તંત્રની કામગીરીની સમીક્ષા, ખૌરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એપ્રિલ- 2022 માસના અંતિત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, જિલ્લા પુરવઠા અધિકારી સહિત સંબંધિત અધિકારી અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x