કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી થયા કોરોના પોઝિટિવ
ભારત દેશમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ માહિતી આપી છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, સોનિયા ગાંધી થોડા દિવસ પહેલાં જે નેતાઓ અને કાર્યકર્તાઓને મળ્યા હતા, તેમાંથી પણ ઘણા લોકો કોરોના સંક્રમિત જાહેર થયા છે.
સુરજેવાલાના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધીને ગઈ કાલે (બુધવારે) સામાન્ય તાવ આવ્યો હતો. ત્યારપછી તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
સુરજેવાલાએ કહ્યું છે કે, સોનિયા ગાંધીએ હાલ પોતાને આઈસોલેટ કર્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. સુરજેવાલાએ આશા વ્યક્તિ કરી છે કે, 8 જૂન સુધી તેઓ સાજા થઈ જશે. નોંધનીય છે કે, 8 જૂને EDએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પૂછપરછ નેશનલ હેરાલ્ડ કેસ સાથે જોડાયેલી છે.