ગાંધીનગર

મહાપાલિકાના આઉટસોર્સ કર્મચારીઓની મુદ્દત 1 મહિનો લંબાવાઇ

ગાંધીનગર :

મહાપાલિકા દ્વારા તંત્રની વિવિધ શાખાઓમાં કામ કરતા 275 જેટલા આઉટ સોર્સ અધિકારી, કર્મચારીઓ પુરા પાડતી એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતો હોવાથી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા શરૂ રવામાં આવી છે. ત્યારે ટેન્ડર પ્રક્રિયામાં સમય પસાર થાય તેમ હોવાથી ગુરુવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં હાલની એજન્સી નેશનલ સિક્યુરિટી સર્વિસીસની સેવાઓ વધુ એક મહિનો ચાલુ રાખવાની કમિશનર તરફથી આવેલી દરખાસ્તને મંજુર રાખવામાં આવી હતી. પરીણામે હાલમાં કામ કરતા આવા કર્મચારીઓની મહાપાલિકામાં કામ કરવાની મુદ્દતમાં એક મહિનાનો વધારો થઇ ગયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *