ગુજરાત

કચ્છમાં CM ને MLA થી પણ ખતરો ! પ્રદ્યુમનસિંહ સહિતના પર નજર રાખવા પોલિસને ફરમાન.

ભૂજ: 

સરહદી કચ્છ જિલ્લામાં મુખ્યમંત્રી કક્ષાના વ્યક્તિને ખતરો હોય એ સમજી શકાય, પણ અહીં સ્થાનિક ધારાસભ્યથી પણ મુખ્યમંત્રીને ખતરો છે. ખરેખર તો વિધાનસભામાં અને સચિવાલયમાં મુખ્યમંત્રીને તમામ ધારાસભ્યો સહજતાથી મળતા હોય છે અને એકબીજાને પ્રેમથી માન-સન્માન પણ આપતા હોય છે અને આ તેમના માટે રૂટીન છે. જોકે, પશ્ચિમ કચ્છ પોલીસ એવું માનતી નથી. કચ્છમાં કોંગ્રેસના બે પૈકી એક ધારાસભ્યથી સીએમને ખતરો હોવાથી તેમના પર નજર રાખવા પોલીસે ખાસ સુચના જારી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. માત્ર કોંગ્રેસી ધારાસભ્ય જ નહીં પણ કોંગ્રેસના લગભગ તમામ મોટા હોદેદારો પણ આ લીસ્ટમાં છે.

પશ્ચિમ કચ્છ પોલીસના વડા દ્વારા મુખ્યમંત્રીના કચ્છ આગમનને અનુલક્ષીને ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે મુજબ મુખ્યમંત્રીને કોના કોનાથી ખતરો હોઇ શકે તેનું પણ એક લીસ્ટ બનાવવામાં આવ્યું હોવાનું વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું. આ લીસ્ટમાં કેટલાક અરજદારોના નામ છે કે જેમને મુખ્યમંત્રીને રજૂઆત કરવી હોઇ શકે. પણ સૌથી આશ્ચર્ય તો અને વાતનું છે કે જેમના થકી ખુદ મુખ્યમંત્રી ચૂંટાય છે એવા પ્રજાએ ચૂંટેલા ધારાસભ્યનું પણ તેમાં નામ છે. જે 11 ઇસમો તરફથી મુખ્યમંત્રીને ખતરો છે. જેમાં અબડાસાના કોંગ્રેસી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ આવી જાય છે. આ ઉપરાંત લોકશાહીમાં વિપક્ષની મુખ્ય ભૂમિકા ભજવવાની જેમની જવાબદારી છે એવા કોંગ્રેસના જિલ્લાના પદાધિકારીઓનો પણ સમાવેશ થઇ જાય છે. આમાં કેટલાક અરજદાર હોવાનું પણ પોલીસનું માનવું છે.

ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, મહિલા કોંગ્રેસ પ્રમુખ કલ્પનાબેન જોશી, કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ રફીક મારા, કચ્છ દલિત અધિકાર મંચના નરેશ મહેશ્વરી, જિલ્લા કોંગ્રેસના મહિલા અગ્રણી માનશી શાહ, કોંગ્રેસ પ્રવકતા અંજલી ગોર, કાર્યકર રમણીક ગરવા, શ્રમજીવી વિકાસ સમિતીના નુરમામદ ફકીરમામદ સમા, નાની ખાખરના વેલજી નારાણ ઝોલા, મુંદરા તાલુકાના કણઝરાના મીઠુ આતુ ધુવાથી ખતરો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x