અમદાવાદમા પૂર્વની સ્કૂલો બાદ પશ્ચિમ વિસ્તારની 63 સ્કૂલને પાર્કિંગ મુદ્દે નોટિસ ફટકારી.
અમદાવાદઃ
શહેરમાં હાઇકોર્ટે લાલ આંખ કર્યા બાદ પોલીસે ઝુંબેશ હાથ ધરી છે. જેમાં શહેરની તમામ સ્કૂલ, હોસ્પિટલ, કોમ્પ્લેક્સ, રેસ્ટોરાં દરેકને પાર્કિંગ અંગે નોટિસ પાઠવવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં 360 સ્કૂલ કોલેજોને પાર્કિંગ મુદે નોટિસ આપવામાં આવી છે. જ્યારે પૂર્વ વિસ્તારની પણ કુલ 63 સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ મળીને 423 સ્કૂલ-કોલેજને પાર્કિંગ મુદે નોટિસ આપી દેવામાં આવી છે. જો પાર્કિંગ મુદ્દે નોટિસ ફટકાર્યા બાદ પણ કોઇ કામગીરી નહિ કરે તો સ્કૂલો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
સ્કૂલોમાં આવતા વાલીઓ અને વાનના ડ્રાઇવરો આડેધડ પાર્કિંગ કરતા હોવાથી રસ્તા પર ચક્કાજામ થઈ જાય છે અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડતી હોવાથી કડક પગલાં લેવાની સૂચના અપાઈ છે.