ગુજરાત

મૈં હૂં બેટી એવોર્ડ માં અંજલી તન્ના સહિત ગુજરાતના સાત મહિલાઓની પસંદગી.

ગાંધીનગર

લખનૌની આરોગ્ય દર્પણ સંસ્થા દ્વારા દર વર્ષે યોજાતા નેશનલ લેવલના આ વર્ષે ” મૈં હૂં બેટી એવોર્ડ” ” MAI HOON BETI AWARD – 2018″ માં ગુજરાતના સાત મહિલાઓની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ મહિલાઓ જૂદા જૂદા ક્ષેત્રમાંથી આવે છે. આ એવોર્ડ માટે ગુજરાતમાંથી જે સાત મહિલાઓની પસંદગી કરવામાં આવી તેમાં મેધા પંડ્યા ભટ્ટ (ફ્રિલાન્સ જર્નાલિસ્ટ, ફિલ્મ-ટીવી ક્રિટીક), દર્શના જમીનદાર (ગુજરાત હેડલાઇન, એડિટર), ધનલક્ષ્મી ત્રિવેદી (મિડીયા મેકઅપ આર્ટીસ્ટ), અંજલી તન્ના (કલાકારા-નૃત્યાંગના), મનિષા શર્મા (ફિલ્મમેકર), જીજ્ઞા ગજ્જર (ક્રિકેટ કોચ), સોનલ મજમુદાર (નૃત્યાગના) એ એવોર્ડ મેળવ્યા છે. સમગ્ર દેશમાંથી ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી કુલ  73 દિકરીઓનું ( મહિલાઓનું) સન્માન કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્ય માટે આ ખૂબ જ ગૌરવની વાત છે કે આ સાત મહિલાઓનું લખનૌમાં સન્માન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમતી ઝરિન ઉસ્માની (અધ્યક્ષ રાજ્ય મહિલા ઉત્તરપ્રદેશ), મુખ્ય મહેમાન તરીકે આશિમા મેહરોત્રા (ડિરેક્ટર પ્રવાસન મંત્રાલય,ભારત સરકાર), અશોક કુમાર વર્મા(આઇ.પી.પી.એસ., પોલીસ અધીકારી), ડો. વિનોદ જૈન (સી.ઇ.ઓ.જ્યોર્જ મેડિકલ યૂનિવર્સિટી, લખનૌ), કાર્યક્રમના આયોજક રામપ્રકાશ વર્માની હાજરીમાં આ તમામ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x