બેંકની હડતાલથી ગાંધીનગરમાં 225 કરોડનું ક્લિયરિંગ ઠપ
ગાંધીનગર : જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગી કરણ, ફેમિલી પેન્શન અને ડિફોલ્ડરો પાસેથી એનપીએની રકમ વસૂલ કરવા સહિત વિવિધ માગણીના પગલે રાષ્ટ્રીયકૃ બેંકોની શુક્રાવારે દેશવ્યાપી હડતાલ પાડવામાં આવી હતી. તેના પગલે ગાંધીનગર જિલ્લામાં અંદાજે 225 કરોડના ચેકોનું ક્લિયરિંગ અટવાઇ ગયુ હતું. તેમાં રાજ્ય સરકાર અને બોર્ડ-નિગમો તેમજ વેપારીઓના ચેકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હજ્જારો ખાતેદારાનો રોકડ વ્યવહારો પણ અટવાઇ જતાં લોકો પરેશાન થયા હતાં. સચિવાલય સામે આવેલી એસબીઆઇની મુખ્ય શાખા પાસે સવારે મોટી સંખ્યામાં હાજ રહેલા બેંક કર્મચારીઓએ ખાનગી કરણના વિરોધ સાથે સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતાં.
એસબીઆઇની મુખ્ય કચેરી સામે સૂત્રોચ્ચાર અને દેખાવો, હજારો ખાતેદારોના આર્થિક વ્યવહરો અટવાયાં
ગ્રામીણ અને સહકારી બેંકોને નબળી પાડવાનો પ્રયાસ, આઉટ સોર્સીંગથી કરાતી ભરતી તેમજ ડિફોલ્ડરો સામે ગુનો દાખલ કરી તેમની સામે કાદેસર કાર્યવાહી કરવા સહિતના મુદ્દે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા એક દિવસની હડતાલ પાડવામાં આવી હતી. તેમાં ગાંધીનગર જિલ્લામાં આવેલી બેંકના ર્મચારીઓ કામથી અળગા રહેતાં રાષ્ર્ટીયકૃત બેંકના શટલ બંધ રહ્યાં હતાં. ગાંધીનગર શહેર અને જિલ્લામાં જાહેર ક્ષેત્રની ૨6 બેંકોની ૩૦૦ જેટલી શાખા આવેલી છે. તેનાં 2500થી વધુ કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતાં.
બોર્ડ-નિગમ સાથે સરકારના ચેક અટવાયાં
હડતાલમાં જોડાયેલા બેંક કર્મચારીઓના જણાવ્યા અનુસાર એક દિવસની હડતાલના કારણે રાજ્ય સરકારના કરોડો રૂપિયાની રકમના ચેકનું ક્લિયરિંગ અટવાઇ ગયુ હતું. આ ઉપરાંત બોર્ડ-નિગમના એકનું ક્લીયરીંગ પણ થઇ શક્યુ ન હતું.
પેમેન્ટ અટવાઇ જતાં વેપારીઓ પરેશાન
હડતાલનાં કારણે ચેકનું ક્લિયરિંગ ઠપ થતાં કરોડો રૂપિયાના પેમેન્ટ અટકી જવાથી વેપારીઓ અને ખાતેદારો ભારે પરેશાન થઇ ગયાં હતાં. ખાસ કરીને કલોલ આસપાસ આવેલા ઔદ્યોગિક એકમો, વેપારીઓ, ગંજબજાર, રાજ્ય સરકાર અને વિવિધ બોર્ડ-નિગમોને માઠી અસર પહોંચી હતી