ગાંધીનગર

ATM તોડવાનો પ્રયાસ: રાત્રે જાણ કરવા છતા અધિકારીએ કહ્યું સવારે જોઇ લઇશું

ગાંધીનગર : ગાંધીનગર શહેરનાં સેકટર 26માં આવેલા એચડીએફસી બેન્કનાં એટીએમને તોડવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવતા પોલીસ કામે લાગી ગઇ છે. ગુરૂવારે બપોરે 2 વાગ્યાનાં અરસામાં એટીએમમાં રૂ. 15 લાખ રાખ્યા બાદ આ ઘટના બની હતી. જો કે એટીએમનો આગળનું પાર્ટીશન તોડ્યા બાદ તસ્કરો પડતુ મુકીને ભાગી ગયા હતા. શુક્રવારે બપોરે બેન્ક તંત્ર દ્વારા સેકરટ 21 પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ તપાસ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

રાત્રે 11 વાગ્યે શટર બંધ કરવા આવેલા કર્મચારીને એટીએમમાં તોડફોડ જણાતા ઉપરી અધિકારીને જાણ કરી હતી

ગાંધીનગર શહેરનાં જુદા જુદા માર્ગો પર સીસીટીવી કેમેરા લાગ્યા બાદ ઘરફોડ ચોરીઓ તથા તસ્કરીનુ પ્રમાણ ઘટયુ છે. પરંતુ શહેરનાં છેવાડાનાં સેકરટો તથા નવા વિકસીત વિસ્તારોમાં તસ્કરો હાથ ફેરો કરવા લાગ્યા છે. ત્યારે શહેરનાં પશ્વિમી સેકરટ 26માં આ ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતોનુંસાર ટાટા ચોકડી પાસે સેકટર 26માં આવેલા દેવ કોમ્પલેક્ષમાં એચડીએફસીનું એટીએમ આવેલુ છે. જેમાં ગુરૂવારે બપોરે 2.30 વાગ્યાનાં અરસામાં રૂ. 15 લાખ લોડ કરવામાં આવ્યા હતા.

સે.26માં એચડીએફસી બેન્કનું એટીએમની ગુરુવારની ઘટના બાદ શુક્રવારે બપોર બાદ બેન્ક તંત્ર દ્વારા પોલીસને જાણ કરાઇ

આ એટીએમ કેબીનમાં 3 કેમેરા તથા ઓટો અલાર્મ સીસ્ટમ લગાવવામાં આવેલી છે. ગુરૂવારે બપોરે 2 વાગ્યાથી રાત્રે 11 વાગ્યાનાં સમયગાળા દરમિયાન તસ્કરો દ્વારા એટીએમ કેબીનમાં ઘુસીને એટીએમનું આગળનું પતરૂ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પતરૂ અડધુ ખુલી પણ ગયુ હતુ. પરંતુ કોઇ કારણોસર આ કામ પડતુ મુકીને તસ્કરો નાસી ગયા હતા. એટીએમ સાથે છેડછાડનો મેસેજ બેન્ક કંટ્રોલમાં મળ્યો હતો. જેની જાણ બેન્ક અધિકારીને કરવામાં આવતા એટીએમ પર દોડી ગયા હતા.

તપાસ કરતા એટીએમ તોડવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યુ હતુ. આ બનાવ અંગે એચડીએફસી બેન્કનાં બ્રાંચ મેનેજર હિતેન્દ્રકુમાર ભાનુલાલ અખાણી દ્વારા સેકટર 21 પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ચોરીનાં પ્રયાસની ફરીયાદ નોંધાવતા પીએસઆઇ ટી બી પંડ્યાએ આ દિશામાં તપાસ હાથ ધરી છે.

રાત્રે ઉપરી અધિકારીને જાણ કરી હતી

પોલીસનાં જણાવ્યાનુંસાર આ એટીએમ રાત્રે 11 વાગ્યે બંધ કરી દઇને શટર પાડી દેવામાં આવે છે. એચડીએફસી બેંક દ્વારા આ માટે કોન્ટ્રકટ આપીને તમામ એટીએમ બંધ કરવાની તેમને જ જવાબદારી અપાઇ છે.ગુરૂવારની રાત્રે 11 વાગ્યે શટર પાડવા રાખવામાં આવેલો માણસ શટર પાડવા આવ્યો ત્યારે એટીએમનો આગળનો ભાગ ખુલ્લો જોયો હતો. જે અંગે તેણે તુરંત જ ઉપરનાં અધિકારીને જાણ કરી હતી. પરંતુ કાલે બેન્ક ખુલ્યા બાદ જોઇ લેશુ તેમ કહીને અધિકારીએ આ વાતને ગંભીરતાથી લીધી નહોતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x