ગાંધીનગર

દહેગામમાં ખરીફ વાવણીમાં 101% વધારોઃ મગફળીમાં નંબર વન

ગાંધીનગર જિલ્લામાં વિવિધ પાકોના વાવેતરના આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ 33,043 હેક્ટરમાં ઘાસચારો, કપાસ 20,568, દિવલા 17,028, શાકભાજી 13,583, ડાંગર 12,601, મગફળી 11,871, મણ, 12,40, 12,40, 12,40, 12,40, 12,40, 12, 12, 20,000 છે. તલનું 448, વરિયાળીનું 423, સોયાબીનનું 157, મઠનું 118, સરગવાનું 26, મકાઈનું 14, તુવેરનું 7 હેક્ટરમાં વાવેતર થયું છે.ગાંધીનગર જિલ્લામાં 86 ટકા વરસાદ નોંધાયો છે અને તે પણ માંડ માંડ થયો છે. ત્યારે જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર 91 ટકાએ પહોંચ્યું છે. દહેગામ તાલુકામાં સિઝનનું 101 ટકા વાવેતર નોંધાયું છે. દહેગામ તાલુકામાં પણ સૌથી વધુ મગફળીનું વાવેતર થયું છે. જ્યારે દહેગામ તાલુકાના ખેડૂતો દ્વારા જુવાર અને વરિયાળીનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર, દહેગામ તાલુકામાં સરેરાશ 40,765 હેક્ટરની સામે 41,053 હેક્ટરમાં 101 ટકા વાવેતર પૂર્ણ થયું છે. જ્યારે માણસા તાલુકામાં સરેરાશ 27,418ની સામે 26,999 હેક્ટરમાં વાવેતર થયું છે, જે 98 ટકાથી વધુ છે. ગાંધીનગર તાલુકામાં 32,746ની સામે કુલ વિસ્તારના 85 ટકા વિસ્તાર 27,700 હેક્ટરમાં આવરી લેવામાં આવ્યો છે. જ્યારે કલોલ તાલુકામાં સરેરાશ 28,649 હેક્ટરની સામે 21,211 હેક્ટરમાં 74 ટકા વિસ્તારમાં ખેડૂતો દ્વારા વાવેતર થયું છે. છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ મુજબ જિલ્લામાં 1,29,578 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. તેની સરખામણીમાં ખેડૂતોએ ચાલુ સિઝનમાં 1,16,963 હેક્ટર ખરીફ પાકનું વાવેતર કર્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x