LDRP ટીમ દ્વારા અંબાપુરની પૌરણિક વાવની સફાઈ કરાઇ, વાવમાંથી કુલ ૧૫૦ કિગ્રા પ્લાસ્ટિક કચરો બહાર કાઢયો.
ગાંધીનગર
સ્વચ્છ ભારત સમર ઇન્ટરનશીપ નામની યોજનામાં LDRP-ITR ના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને ગાંધીનગર સ્થિત અંબાપુર ગામ માં આ યોજના હેઠળ કાર્ય કરેલ છે જે અંતર્ગત LDRP ટીમ દ્વારા અંબાપુરની પૌરણિક વાવની સફાઈ હાથ ધરવામાં આવી અને વાવમાંથી કુલ ૧૫૦ કિગ્રા પ્લાસ્ટિક કચરો બહાર કાઢવામાં આવ્યો. સાથો સાથ સરપંચ શ્રી ના સહયોગ દ્વારા ગામ ના ઉકરડા અને તળાવ માંથી jcb દ્વારા પ્લાસ્ટિક નો કચરો કાઢીને ડમ્પીંગ સાઈટ માં ૨૫ ટ્રેક્ટર ભરેલો કચરો પહોંચાડવા માં આવ્યો હતો તથા સમગ્ર અંબાપુર ગામ માં સરપંચના સહયોગ થી પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ હેઠળ ગામ માં વિદ્યાર્થીઓ એ કાપડ ની થેલી ઓ નું વિતરણ કર્યું હતું અને ગામ માં Nss ના સ્વયંસેવકો સાથે “ગાંધીજીએ આપ્યો આદેશ સ્વચ્છ રાખો ભારત દેશ” ના નારા સાથે રેલી, શેરી નાટક, ગામના બાળકો સાથે શાળામાં કાર્યક્રમ, તેમજ ગામના લોકો સાથે મળી ને શેરી- મહોલ્લાની સફાઈ નું કામ હાથ ધરી જન જાગૃતિ લાવવાનું કાર્ય કરેલ છે.
આ સહિત Recycle.Green ના સહયોગ થી વિધાર્થીઓ એ અંબાપુરની મહિલાઓને કાગળ ની પસ્તી માંથી શોપિંગ બેગ કઈ રીતે બનાવવી તે સમજાવી એક ગૃહ ઉદ્યોગની શરૂઆત કરવામાં આવી અને ગામની બહેનોમાં રોજગારી પહોંચાડી જે ખરેખર અભિનંદન ને પાત્ર છે.
LDRP ના વિદ્યાર્થીઓ દીપ ભુવા, પ્રણવ દેસાઈ, રજત જોશી, વાલા ધર્મેશ, મિત પટેલ, ચિન્મય શાહ, સન્ની ધનવાની, સત્યમ ડોબરીયા, નરેન્દ્ર પ્રજાપતિ એ નિસ્ટાપુર્વક કાર્ય કરેલ છે.