કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બીબીએ કોલેજ દ્વારા આધ્યામિક પ્રવાસ તેમજ પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ
ગાંધીનગર સ્થિત બી.પી. કોલેજ ઓફ બિજનેસ એડમીનીસ્ટ્રેશન(બીબીએ) કોલેજનાં ૩૨૦ વિદ્યાર્થીઓએ ત્રિમંદિર અડાલજની એક દિવસીય મુલાકાત લીધી હતી. જેમાં બીબીએ કોલેજનાં તમામ સેમેસ્ટરનાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. ત્રિમંદિર ખાતે સમગ્ર ગુજરાતમાં થી જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાંથી લોકો આધ્યાત્મિક તેમજ માનસિક શાંતીની અનુભૂતિ મેળવવા આવે છે. સમગ્ર વર્ષ દરમ્યાન મેનેજમેન્ટનાં વિદ્યાર્થીઓ અનેક પ્રવૃતિઓ કરતા રહે છે. પરંતુ ફક્ત ભૌતિક આનંદ મેળવવા કે કોલેજ કાળમાં પીકનીક માટે આયોજન નહિ. પરંતુ જેમાંથી વિદ્યાર્થીઓ ને શિસ્ત, સંયમ, સંસ્કાર, સદભાવ જેવા ગુનો કેળવાય તે હેતુ થી સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ સવારે સંસ્થાની બસમાં ત્રી મંદિર જવા કુલ પાંચ બસમાં ગાંધીનગરથી રવાના થયા ત્યારબાદ બસમાં પણ તેઓએ વિવિધ ધર્મ ની ખૂબીઓ તેમજ તેમાં રહેલી સમાનતાઓ બાબતે ચર્ચા વિચારણા કરી. ત્યારબાદ પટેલ નાથાભાઈ એ વિદ્યાર્થીઓ ને મંદિર પરિસરમાં આવકાર્ય હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે દર્શન તેમજ આધ્યાત્મિક પ્રવચનનો લાભ લીધો. જ્યાં ડો. અજીતભાઈ જાની દ્વારા ત્રિમંદિર બનાવવાનો ઉદ્ધેશ્ય તેમજ સમગ્ર વિશ્વમાં તેના પ્રણેતા દાદા ભગવાન, નીરુમાં તેમજ દીપકભાઈનો વિધાર્થીઓને પરિચય આપ્યો. ત્યારબાદ આપ્તપુત્ર નીરવભાઈ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વિચાર ગોષ્ટી કરવામાં આવી. જેમાં તેમણે તેમના વર્ષોનાં અનુભવને વિદ્યાર્થીઓ સાથે વહેચ્યો અને મુંબઈની ધીકતી કારકિર્દી છોડી અહીં અડાલજમાં જે અનુપમ સુખ પ્રાપ્ત થઇ રહ્યું છે. તેનું રહસ્ય વિદ્યાર્થીઓને સમજાવ્યું અને વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરી જેમાં ખુબ જ ઉત્સાહ પૂર્વક કોલેજનાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જેના પરથી સૌ ને એ વાત ની પ્રતીતિ થઇ કે આજ નાં યુવાન ને પણ યોગ્ય તાલીમ તેમજ પ્લેટફોર્મ મળે તો તે દરેક ક્ષેત્રમાં પોતાની ઉપસ્થિતિ નો અહેસાસ કરાવી શકે છે. અનેક વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ એ જીવન માં આવતા પ્રશ્નો બાબતે નિખાલસતા પૂર્વક ની ચર્ચા કરી હતી. તેમજ તેનું સમાધાન પણ મેળવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ મંદિર પરિસરમાં પવિત્ર, સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજનનો આનંદ મેળવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આપણી સંસ્થા અવાર-નવાર આવા કાર્યક્રમો નું કોલેજ ખાતે તેમજ કોલેજ બહાર વિદ્યાર્થીઓનાં હિતમાં તેમજ તેના સર્વાંગી વિકાસ માટે આવા આયોજન કરતી રહે છે. સંસ્થાનો મુખ્ય ઉદેશ્ય રાષ્ટ્રને સમર્પિત નાગરિકો બનાવવા જે જુદા જુદા માધ્યમ થકી સતત ચાલતું કાર્ય છે.
સમગ્ર કાર્યક્રમ નું આયોજન વિધાર્થી સંયોજક તરીકે દેવાંગ પટેલ તેમજ જીત પટેલ દ્વારા કરવા માં આવ્યું હતું. બંને વિદ્યાર્થીઓ એ સમગ્ર ઇવેન્ટ સફળતા પૂર્વક મેનેજ કરી તેનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે મેનેજમેન્ટ કોલેજનાં વિદ્યાર્થી તરીકે અમને અનેક વખત કોલેજ પ્રેક્ટીકલ રીતે સમજવા તેમજ તેના અમલીકરણ ની તક આપે છે જે અમોને ઇવેન્ટ મેનેજમેન્ટ નાં પાઠ શીખવે છે.
આજનાં કાર્યકર્મ બાબતે વિદ્યાર્થીઓ નાં વાલીઓ તરફ થી ખુબ હકારાત્મક પ્રતિભાવ સાંપડ્યા હતા. તેમજ ભવિષ્યમાં પણ વિધાર્થીઓ માટે આવા કાર્યક્રમોનું આયોજન કોલેજ કરતી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
સમગ્ર પ્રવાસ બાબતે ઉપાચાર્ય ડો.જયેશ તન્ના દ્વારા આજ નાં કાર્યક્રમ બાબતે વિદ્યાર્થીઓ ને સૂચિત કરવા માં આવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સમગ્ર પ્રવાસ દરમ્યાન શિસ્તબદ્ધ રહી આનંદ મેળવવા તેમજ વિધાર્થીજીવનમાં ધાર્મિકતાનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. તેમજ આ એકદિવસીય યાત્રામાંથી હકારાત્મક ઉર્જા મેળવવા પ્રેરણા આપી હતી.
કોલેજ નાં આચાર્ય ડો. રમાકાંત પૃષ્ટિ એ સમગ્ર કાર્યક્રમ બાબતે સ્ટાફ મિત્રો ને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ ને સમગ્ર પ્રવાસમાં ઉપસ્થિત રહી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ વિધાર્થીઓને હંમેશા નવી બાબતો શિખતા રહેવા ની શીખ આપી હતી.
સમગ્ર કાર્યક્રમ આચાર્ય ડો.રમાકાંત પૃષ્ટિ, ઉપાચાર્ય ડો.જયેશ તન્ના, પ્રો.આશિષ ભુવા,ધર્મેન્દ્ર રાઠોડ તેમજ અંજના ચાવડા દ્વારા ખંતપૂર્વક આયોજન કરી સંપન્ન કરવા માં આવ્યો હતો.