કડી કેમ્પસની બીબીએ કોલેજ ખાતે સ્વાધ્યાય પરિવારના સહયોગથી આદ્યાત્મિક વિચારો, પર્યાવરણ જાળવણી તેમજ આદર્શ નાગરિક વિષય પર આજે શિબિર યોજાઈ
કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ એડમીનીસ્ટ્રેશન (બી.બી.એ) દ્વારા મેનેજમેન્ટ અભ્યાસની સાથે સાથે વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટે સાતત્ય પૂર્વક અવનવી પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી પ્રેરિત સ્વાધ્યાય પરિવારના સહયોગથી વિદ્યાર્થીઓને પર્યાવરણ ની જાળવણી તેમજ તેનાં સંવર્ધન માટે વિદ્યાર્થીઓને ધાર્મિક વિચારો ને સાંકળીને ખુબ ઉપયોગી માહિતી આપી હતી. વૃક્ષોની જરૂરિયાત તેમજ તેનાથી સમગ્ર માનવ સમાજને થતા અસંખ્ય ફાયદા વિસ્તૃત રીતે સમજાવ્યા હતા.વૃક્ષો ની ઘટતી સંખ્યાથી ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ બાબતે વિદ્યાર્થીઓનું ધ્યાનાકર્ષિત કર્યું હતું.વૃક્ષ જેવું જીવન જીવવા વિદ્યાર્થીઓને તર્કબદ્ધ રીતે સમજાવી પ્રેરિત કર્યા હતા. વૃક્ષના ગુણધર્મો જેવાકે સદાય નમવું તેમજ સમાજ ઉપયોગી ફળ આપવા પત્થર મારે તેને પણ નિસ્વાર્થ ભાવે ફળ આપવા તેમજ તટસ્થ ભાવે સૌને સમાન શીતળ છાયા આપવી., છોડ માં રણછોડ તેમજ વૃક્ષમાં વાસુદેવ ની ભાવના સાથે તેનું જતન કરવું. વૃક્ષ આપણા મિત્રજ નહિ પણ આપણી વસુંધરા નાં અવિભાજ્ય હિસ્સા તરીકે સન્માન આપવા સમજાવ્યા હતા. તેમજ યુવા ધન ને આદર્શ યુવાન કેવો હોવો જોઈએ તે બાબતે પણ તાદર્શ માર્ગદર્શન આપ્યું હતું. યુવાનમાં ક્યાં ગુણ વિકસિત થાય જેના થકી તેઓ રાષ્ટ્ર નિર્માણ માં પોતાનો અમુલ્ય ફાળો આપી શકે. આમ વિદ્યાર્થીઓ ને પર્યાવરણ ની જાળવણી બાબતે જાગૃત કરવા નો પ્રયાસ કર્યો હતો. પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી પ્રેરિત સ્વાધ્યાય પરિવાર ૨૦૧૬ નાં વર્ષ ને વિશેષ રીતે ઉજવી રહ્યું છે. તેની સમજ આપી માધવવૃંદદિન, વૃક્ષમંદિરદિન તેમજ યુવાદિન નિમિતે શૈક્ષણિક સંસ્થાઓ માં ૧૬ થી ૩૦ વર્ષ ની વય મર્યાદાનાં યુવાન ભાઈ- બહેનો ને નિસ્વાર્થ પ્રેમ અને વિચાર લઇને મળવાનું આયોજન કરવામાં આવ્યું તેમજ આ નિમિત્તે પર્યાવરણ તરફ જોવાનો દ્રષ્ટિકોણ તેમજ યુવાનને શોભે તેવા ગુણોને લઇ તેની તર્કબદ્ધ ચર્ચા કરી જીવનમાં આત્મવિશ્વાસ અને ઈશવિશ્વાસ બંને નું સરખું મહત્વ જળવાય. વધુ માં સ્વાધ્યાયી મિત્રો એ જણાવ્યું હતું કે આપ સૌ સ્વૈછીક રીતે ઉપરોક્ત બાબતે કાર્ય કરો અહીં કોઈ પ્રચાર કે પ્રસાર નો લેશમાત્ર આશય નથી પણ આપણા સમાજ તેમજ રાષ્ટ્ર માટે ઉપયોગી જીવન જીવીએ.
કોલેજ તરફ થી આચાર્ય ડો. રમાકાંત પૃષ્ટિએ સૌને આવકાર્યા હતા. તેમજ સર્વ વિદ્યાલય તેમજ સ્વાધ્યાય પરિવાર બંને સમાજ ઉપયોગી કાર્યમાં જોડાયેલા છે. અને પોત પોતાના ક્ષેત્રમાં સીમાચિન્હ રૂપ કાર્ય કરી રહ્યા છે. ડો.જયેશ તન્ના તમામ સવાધ્યાયી મિત્રો ને બી.બી.એ કોલેજના તમામ વર્ગખંડ સુધી લઇ ગયા હતા. તેમજ વિદ્યાર્થીઓને જીવનમાં સામાજિક તેમજ ધાર્મિક વિચારોના સમન્વયથી લોકઉપયોગી કાર્યો કરવા સુચન કર્યું હતું. તેમજ આપણી સંસ્થા હંમેશા વિદ્યાર્થીઓને શિસ્ત, સમર્પણ, સમન્વય તેમજ સંઘર્ષ બાબતે તૈયાર કરતી રહી છે. ત્યારે આવા જ સમાજ ઉપયોગી કાર્ય કરનાર લોકો સાથે મળી યુવાનોએ તેમની કારકિર્દીની સફળતા સાથે પરોપકારની ભાવના આત્મસાધ કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે કોલેજ અવાર નવાર વર્ષ દરમ્યાન અનેક કાર્યક્રમો નું આયોજન કરતી રહે છે. આજનાં કાર્યક્રમમાં કુલ ૭૦૦ વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા. અને દરેક વિદ્યાર્થીએ ખુબ મહત્વ પૂર્ણ માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓ તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે કોલેજના આવા પ્રયત્નોથી અમે અભ્યાસ સિવાય સામાજિક જવાબદારીઓ બાબતે પણ જાગૃત બની શકીએ છીએ. સમગ્ર કાર્યક્રમ એક જ સમયે ૯.૦૦ થી ૧૦.૦૦ દરમ્યાન એકસાથે ૧૨ કલાસમાં સ્વાધ્યાય પરિવારનાં ૨૪ સેવાર્થીઓ અને બીબીએ કોલેજના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ નાં સહયોગ થી ખુબ જ સફળતા પૂર્વક સંપન્ન થયો.
• વ્રુક્ષ હંમેશા જે પત્થર મારે તેને પણ નિસ્વાર્થ ભાવે ફળ આપે છે.
• વૃક્ષમાં વાસુદેવ અને છોડ માં રણછોડ વસે છે.