ગાંધીનગર જિલ્લાના સાદરા ખાતે લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ
સાબરમતી નદીના તટની આજુબાજુ પથરાયેલી નાની-મોટી ગીરીમાળા તથા લીલીછમ હરિયાળી વનરાજીના નયનરમ્ય વાતાવરણ વચ્ચે સાદરા ગામ વસેલ છે. સાદરમાં વર્ષોથી પરંપરાગત રીતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ લોકમેળામાં શહેર તથા ગામડામાંથી મોટી સંખ્યામાં યુવાનો સહિત મેળાના રસિકો મોજ માણવા જનમેદની ઉમટી પડશે. નદીકિનારાની સાનિધ્યમાં જ આવેલ શ્રીજક્ષણી માતાજીનું પાવન પુનિત સ્થાન સાદરા ગામની શોભા સમાન બની રહ્યું છે.
સાદરા ગામના શક્તિ સ્વરૃપા જક્ષણી માતાજી હાજરાહાજુર હોવાની શ્રદ્ધા તથા આસ્થા ભાવિકોના મનમાં તથા હૃદયમાં દ્રઢ કરી ગઈ છે. જક્ષણી માતાજીના પ્રભાવની તથા ચમત્કારોની અનેક વાતો સદીઓથી જન સમાજમાં અવિરત વહેતી રહી છે. જ્યારે ગાંધીનગર જિલ્લાના સાદરા ખાતે લોકમેળો યોજાનાર છે. તડામાર તૈયારીઓપુરજોશમાં ચાલી રહી છે મેળાની તૈયારીઓ કોરોના કાળને લઈને બે વર્ષ સુધી મેળા સહિતના આયોજનો પર બ્રેક લાગી હતી,
જેમાંથી આ વખતે મુક્તિ મળી છે, ૪ સપ્ટેમ્બરે ગાંધીનગર જિલ્લાના સાદરા ખાતે લોકમેળો યોજાનાર છે. તેમાં લાખોની સંખ્યામાં જનમેદની આવતી હોય છે. જેમાં ફૂડ સ્ટોલ, રમકડા સ્ટોલ વગેરે ઉભા કરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે.જેથી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો મન મૂકીને મેળાનો આનંદ લઈ શકે.