ગુજરાત વિદ્યાપીઠ સાદરા ખાતે સાગરે તરતી લોહશક્તિ: INS વિક્રાંત વિષય પર વ્યાખ્યાન યોજાયું
ગૂજરાત વિદ્યાપીઠ સાદરા ખાતે અવાર નવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે અને છાત્રોને આ કાર્યક્રમો થકી પ્રવૃત રાખી વિવિધ માહિતી આપવામાં આવતી હોય છે. મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ, ગૂજરાત વિદ્યાપીઠ સાદરાના બીએ, એમ એ. વિભાગના સરદાર ઉપાસના મંદિરમાં “સાગરે તરતી લોહશક્તિ: INS વિક્રાંત” વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. સંસ્થાના સંયોજક ડૉ. રાજેન્દ્ર જોષીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિભાગના સરદાર ઉપાસના મંદિરમાં “સાગરે તરતી લોહશક્તિઃ આઈ.એન એસ વિક્રાંત” વિષય પર પ્રા. બળદેવભાઈ મોરી દ્વારા માનનીય વ્યાખ્યાન વિદ્યાર્થીઓ સમક્ષ પીરસાયું. જ્યારે ભારતીય સ્વાભિમાન, સ્વદેશી તકનિકી અને ભારતીય કૌશલ્યના ક્ષેત્રે જાજરમાન ઘટના જે સુવર્ણ અક્ષરે ઈતિહાસના પાને લખાશે તે “આઈ.એન.એસ વિક્રાંત પ્રથમ સ્વદેશી જહાજ આઈએનએસ વિક્રાંત સમર્પિત કર્યું હતું. તેઓએ વિક્રાંતને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે, ૨૦૦૯ થી કોચિંગ શિપ યાર્ડમાં વિક્રાંત તૈયાર થઈ રહ્યું હતું આઈ એન એસ વિક્રાંત દરેક ભારતીય માટે ગૌરવ છે. તેનું વજન ૪૫૦૦ ટન છે તે સંપૂર્ણ સ્વદેશી છે. ૨૬૨ મીટર લંબાઈ અને ૬૨ મીટર પહોળાઈ ધરાવતું આ સ્વદેશી વિમાન નૌસેનાની તાકાત વધારશે. વિક્રાંત ના કારણે શક્તિશાળી ભારતનું સ્વપ્ન સાકાર થયું છે.તે ભારતનું સ્વાભિમાન છે.
આ અવસર દરેક ભારતીય માટે ગૌરવનો અવસર છે. શિવાજી મહારાજથી પ્રેરિત ધ્વજ તેના પર લહેરાશે. કેરળના સમુદ્રી તટ પર તરતું નવું એક શહેર છે.કોઈપણ દેશ અન્ય પર નિર્ભર રહે તે દેશ માટે આફત રૂપ છે. દેશ જેટલો આત્મનિર્ભર હશે એટલો જ મજબૂત થશે. આજે ભારત આત્મનિર્ભર થવા માટે પૂરી શક્તિથી કામ કરી રહ્યું છે જેમાં આ એક નવું સોપાન ઉમેરાયું છે. સમુદ્રી સુરક્ષા માટે આઈએનએસ વિક્રાંત તૈયાર છે. ભારત પોતાની સેનાને હંમેશા આધુનિક અને આત્મનિર્ભર બનાવવા પ્રયત્નશીલ છે. આજે નૌસેનાની તાકાત અભૂતપૂર્વ રીતે વધી ગઈ છે. ભારતની દરિયાઈ સીમા વધુ સુરક્ષિત થઈ છે.વિક્રાંતએ દેશને નવો વિશ્વાસ અપાવ્યો છે.
વિમાન વાહક યુદ્ધ પોત” જે પરમ વંદનીય દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનના હસ્તે ભારતીય નૌકાદળને સમર્પિત કરાયું અને આત્મનિર્ભર ભારત તરફ એકકદમ આગેની છડી પુકારતુ સાગર ઉપર લહેરાયુ. આ ગૌરવાન્વીત ક્ષણે વક્તાશ્રીએ સમગ્ર ઘટનાક્રમના ઈતિહાસને વણી લેતી ગાથા વર્ણવી હતી. ડા. મોતીભાઈ દેવુંએ સુંદર સંચાલન કર્યુ જ્યારે ડા. દિવ્યેશકુમાર ભટ્ટે સમગ્ર ઉપક્રમ માટે આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર આયોજનમા સંયોજક પ્રોફેસર ડા. રાજેન્દ્ર જોષીનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.