રમતગમત

IND vs PAK: ભારત સામે પાકિસ્તાનનો 5 વિકેટે વિજય

મોહમ્મદ રિઝવાન (71 રન) અને મોહમ્મદ નવાઝ (42) ની શાનદાર બેટિંગની મદદથી પાકિસ્તાને એશિયા કપ-2022ના સુપર-4 મુકાબલામાં ભારતને 5 વિકેટે પરાજય આપ્યો છે. એશિયા કપની આજે અહીં રમાયેલી સુપર ફોરની મેચમાં રોહિત શર્મા અને કેએલ રાહુલે અપાવેલી આક્રમક શરૂઆત અને વિરાટ કોહલીની અર્ધસદીની મદદથી ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવીને મૂકેલા 182 રનના લક્ષ્યાંકને પાકિસ્તાને મહંમદ રિઝવાનની 71 રનની ઇનિંગની મદદથી રોમાંચક તબક્કે અંતિમ ઓવરના પાંચમા બોલે 5 વિકેટે આંબી લઇને મેચ 5 વિકેટે જીતી હતી.

ભારતે 62 રન પર બીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ વિરાટ કોહલી ક્રીઝ પર આવ્યો હતો. કોહલીએ એશિયા કપમાં સતત બીજી અડધી સદી ફટકારી હતી.સૂર્યકુમાર યાદવ માત્ર 13 રન બનાવી આઉટ થયો હતો. સૂર્યકુમાર નવાઝનો શિકાર બન્યો હતો. રિષભ પંત 12 બોલમાં 2 ચોગ્ગા સાથે 14 રન બનાવી આઉટ થયો હતો. તો હાર્દિક પંડ્યા ખાતુ ખોલાવ્યા વગર હસનૈનનો શિકાર બન્યો હતો. દીપક હુડ્ડાએ 16 રન ફટકાર્યા હતા. રવિ બિશ્નોઈ 8 અને ભુવી 0 રન બનાવી અણનમ રહ્યાં હતા.

પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી ભારતીય ટીમને રોહિત અને રાહુલે આક્રમક શરૂઆત અપાવી હતી અને આ બંનેએ પાવરપ્લેમાં જ 50 રનની ભાગીદારી કરી હતી. પાવરપ્લેની છઠ્ઠી ઓવરના પહેલા બોલે રોહિત શર્મા અંગત 20 બોલમાં 28 રન કરીને આઉટ થયો હતો અને તેની થોડીવાર પચી રાહુલ પણ 28 રન કરીને આઉટ થતાં ભારતીય ટીમે 62 રનમાં બે વિકેટ ગુમાવી હતી. તે પછી વિરાટ કોહલી એક છેડે જળવાયેલો રહ્યો હતો અને સામે છેડેથી તેના જોડીદારો બદલાતા રહ્યા હતા, જેમાં સૂર્યકુમાર યાદવ 13, ઋષભ પંત 14, હાર્દિક પંડ્યા શૂન્ય રને આઉટ થતાં ભારતનો સ્કોર 14.4 ઓવરમાં 5 વિકેટે 131 રન થયો હતો. દીપક હુડા પણ 16 રન કરીને આઉટ થયો હતો અને તે પછી કોહલી છેલ્લી ઓવરના ચોથા બોલે 60 રન કરીને આઉટ થયો હતો. તે પછીના બે બોલે રવિ બિશ્નોઇએ બે ચોગ્ગા મારતા ભારતનો સ્કોર 181 પર પહોંચ્યો હતો.ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 181 રન બનાવીને મૂકેલા 182 રનના લક્ષ્યાંકને પાકિસ્તાને મહંમદ રિઝવાનની 71 રનની મદદથી રોમાંચક તબક્કે અંતિમ ઓવરના પાંચમા બોલે 5 વિકેટે મેચ જીતી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x