LRD ભરતીને લઈને મહત્વના સમાચાર: જાણો હસમુખ પટેલે શું કરી મોટી જાહેરાત
LRD ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. LRD ભરતીને લઈ હસમુખ પટેલે એક ટ્વીટ કર્યું છે. તેમાં દસ્તાવેજ ચકાસણી અને પ્રમાણપત્રોના વેરિફિકેશન થયા બાદ પસંદગી યાદી બહાર પાડવાને લઈને વાત કરી છે.
LRD ભરતીને લઈ હસમુખ પટેલે કરેલા ટ્વીટ મુજબ: સપ્ટેમ્બરના અંત સુધીમાં પસંદગી બહાર પડે તેવી શક્યતા છે. 13 સપ્ટેમ્બર સુધીમાં દસ્તાવેજની ચકાસણી પૂર્ણ થશે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, મોટાભાગના ST ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી 6/9/22 સુધીમાં પૂર્ણ થશે. ત્યારબાદ તમામ પ્રમાણપત્રો આદિજાતિ વિભાગની સમિતિઓને વેરિફિકેશન માટે મોકલી આપવામાં આવશે. તે તથા SC, SEBC પ્રમાણપત્રોના વેરિફિકેશન થઈ આવ્યા બાદ પસંદગી યાદી બહાર પાડવામાં આવશે.
SEBC તથા SC પ્રમાણપત્રો પૈકી મોટાભાગના પ્રમાણપત્રોનું વેરિફિકેશન દસ્તાવેજ ચકાસણી દરમિયાન થવાની સંભાવના છે, તેમાં બાકી રહેતા પ્રમાણપત્રોની ચકાસણી માટે સમાજ કલ્યાણ વિભાગને બોર્ડ દ્વારા પ્રમાણપત્રો પછી મોકલી આપવામાં આવશે. તેના તથા ST પ્રમાણપત્રો વેરિફિકેશન પછી પરિણામ બહાર પાડી શકાશે. 13/9/22 ના રોજ દસ્તાવેજ ચકાસણી પૂરી થશે. ત્યારબાદ SC ST OBC પ્રમાણપત્ર નું વેરિફિકેશન થયા બાદ પસંદગી યાદી બહાર પાડવામાં આવશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં પસંદગી યાદી બહાર પાડવાનો બોર્ડનો પ્રયત્ન રહેશે. પરંતુ તેનો આધાર પ્રમાણપત્રોના વેરિફિકેશન પર રહેશે.