દક્ષિણ અભિનેત્રી મહાલક્ષ્મીએ ફિલ્મમેકર રવિન્દ્ર ચંદ્રશેખર સાથે લગ્ન કર્યા
સાઉથની જાણીતી અભિનેત્રી મહાલક્ષ્મીએ ફિલ્મ પ્રોડ્યુસર રવિન્દ્ર ચંદ્રશેખર સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંનેએ પરિવારના સભ્યો અને તેમના નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લઈને તેમના નવા જીવનની શરૂઆત કરી. અભિનેત્રીના આ બીજા લગ્ન છે અને તેમને પ્રથમ લગ્નથી એક પુત્ર પણ છે. બંને વચ્ચે મેળ ન પડ્યો તેથી તેઓ અલગ થઈ ગયા અને અભિનેત્રીએ હવે ફરીથી લગ્ન કરી લીધા છે.
લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકો આ તસવીરો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ કપલને અભિનંદન આપ્યા છે, તો ઘણા માને છે કે અભિનેત્રીએ અચાનક લગ્ન કરી લીધા છે. તમને જણાવી દઈએ કે મહાલક્ષ્મી ‘વાણી રાની’, ‘ચેલ્લામય’, ‘ઓફિસ’, ‘અરસી’, ‘થિરુ મંગલમ’, ‘યમિરુક્કા બયાન’ અને કેલાડી કાનમાણી જેવી સીરિયલ્સમાં જોવા મળી છે. રવિન્દ્ર ચંદ્રશેખરે ‘નલનમ નંદિનિયમ’, ‘સુત્તા કઢાઈ’, ‘નટપુના એન્નાનુ થેરીયુમા’ અને ‘મુરુંગકાઈ ચિપ્સ’ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું.