બ્લેકની બાળ અભિનેત્રી આયેશા હવે મુખ્ય હિરોઈનની ભૂમિકા ભજવશે
મુંબઈ: સંજય લીલા ભણસાલીની બ્લોકબસ્ટર બ્લેકમાં બાળ કલાકાર તરીકે અનેક એવોર્ડ જીતનારી આયેશા કપૂર હવે બોલિવૂડમાં એક અગ્રણી મહિલા તરીકે પ્રવેશ કરી રહી છે. તે હરિ ઓમ નામની ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. જર્મન માતા અને પંજાબી પિતાના ઘરે જન્મેલી આયેશા વધુ તાલીમ માટે ન્યુયોર્ક ગઈ. તે પછી તેણે પોતાના હિન્દી ઉચ્ચારને સુધારવા માટે ખાસ તાલીમ પણ લીધી.હવે તે પરિવાર આધારિત ફિલ્મમાં હિરોઈન બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેનો હીરો અંશુમન ઝા હશે.
આ સિવાય આ ફિલ્મમાં રઘુવીર યાદવ અને સોની રાઝદાન પણ છે.ફિલ્મનું શૂટિંગ આ મહિને શરૂ થવા જઈ રહ્યું છે.જો કે, બોલિવૂડમાં બાળ કલાકારોના બહુ ઓછા ઉદાહરણો છે જેઓ મોટા થઈને સારી કારકિર્દી બનાવવામાં સફળ થયા છે. અન્ય એક બાળ કલાકાર કુણાલ ખેમુએ હીરો તરીકે અનેક ફિલ્મો કર્યા બાદ કરિયર ન બનતા હવે દિગ્દર્શન કરવાનું શરૂ કર્યું છે. ટીવીની સૌથી લોકપ્રિય ચાઈલ્ડ એક્ટ્રેસ અવિકા ગૌરે બોલિવૂડમાં યોગ્ય તકો ન મળતા સાઉથની ફિલ્મો તરફ વળ્યા હતા.