ગાંધીનગર

18-22 ઓક્ટોબર ડિફેન્સ એક્સ્પો 50 થી વધુ ચાર્ટર્ડ એરક્રાફ્ટ લેન્ડીંગ, ગાંધીનગરમાં દેશ-વિદેશની અનેક કંપનીઓ ભાગ લેશે

ગાંધીનગરમાં 18 થી 22 ઓક્ટોબર દરમિયાન યોજાનાર ડિફેન્સ એક્સ્પોની વ્યવસ્થાના ભાગરૂપે સંરક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટની મુલાકાત લીધી હતી. તેમણે એક્સ્પોમાં આવનારા ચાર્ટર્ડ અને ફાઈટર એરક્રાફ્ટના પાર્કિંગ અને કાર્ગોમાં આવતા સંરક્ષણ સાધનોની સુરક્ષા અંગે સુરક્ષા એજન્સીઓ સાથે ખાસ ચર્ચા કરી હતી.

ભારતીય સંરક્ષણ દળોના અધિકારીઓ ખાસ પ્રકારના હેલિકોપ્ટરમાં ડિફેન્સ એક્સ્પોમાં પહોંચશે. સૂત્રોનું કહેવું છે કે આ દરમિયાન વિવિધ ડિફેન્સ એરક્રાફ્ટ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ગયા વર્ષે, 63 દેશોના 121 પ્રદર્શકો સહિત 973 પ્રદર્શકોએ એક્સ્પોમાં ભાગ લેવા માટે નોંધણી કરાવી હતી. આ એક્સ્પોમાં અમદાવાદ એરપોર્ટ પર વિવિધ ફાઈટર જેટના આગમન સાથે દેશ-વિદેશના મહાનુભાવોના 50 ચાર્ટર્ડ એરક્રાફ્ટની અવરજવર જોવા મળશે. એરપોર્ટ પર અલગ એરક્રાફ્ટ પાર્કિંગ સિસ્ટમ લગાવવામાં આવશે એક્સ્પો દરમિયાન ફ્લાઈટના સમયપત્રકને અસર ન થાય અને મુસાફરોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભારત ઉપરાંત, ડિફેન્સ એક્સ્પોમાં ભાગ લેનારા દેશો તેમની આર્મી, નેવી અને એરફોર્સના નવીનતમ ઉપકરણોનું પ્રદર્શન કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x