મોયદના ચિત્રકાર નરેશ લિંબચિયા સારસ્વત સન્માન-૨૦૨૨થી નવાજવામાં આવ્યા
કિંજલ એજ્યુકેશન પ્રોગ્રામ સોસાયટી દ્વારા અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લાના હિંમનગરના જગદીશ હોલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ચાર વ્યક્તિ વિશેષ મહાનુભાવોનું કવિ સારસ્વત સન્માન -2022 થી નવાજવામાં આવ્યા હતા.
જેમાં ખાસ વાત કરીએ તો મોયદના રહેવાશી અને પોળો પેઇન્ટર તરીકે જાણીતા ચિત્રકાર નરેશ લીબાચીયાનું તેમના સાબરકાંઠા જિલ્લાના પોળો ફોરેસ્ટમાં આવેલા હિન્દુ અને જૈન સંસ્કૃતિના સમન્વય સમા પૌરાણિક મંદિરોના સ્થાપત્યોને કેનવાસ પર કંડારી સાબરકાંઠાની વિરાસતને વિશ્વ સમક્ષ મુકવાના પ્રયાસને બિરદાવી તેમને સન્માનિત કરવામાં આવ્યા. અહીં ઉલ્લેખનીય છેકે નરેશભાઈને આ પહેલા પણ અનેક સન્માન પ્રાપ્ત થયેલ છે.
નરેશ લીમ્બાચીયા એ પોતાની આગવી શૈલીથી પોળો જંગલની દસમી સદીની ભવ્ય વિરાસતને કેનવાસ પર ઉતારીને ઐતિહાસિક વારસાને સાચવવાનો સંદેશો આપ્યો છે .